Home /News /national-international /

OMG: લગ્નના બે દિવસ પછી પતિએ કર્યું ખોટું કામ, પ્રેમી સાથે ચાલી ગઇ પરિણીતા, વીડિયો વાયરલ

OMG: લગ્નના બે દિવસ પછી પતિએ કર્યું ખોટું કામ, પ્રેમી સાથે ચાલી ગઇ પરિણીતા, વીડિયો વાયરલ

વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media)વાયરલ થઇ રહ્યો છે

bihar News - પ્રેમી સાથે બીજા લગ્ન કરનાર પરિણીતાએ સમાજ અને પોલીસ પ્રશાસનને પરેશાન ના કરવાની વિનંતી કરી છે

    જમુઈ : બિહારના (bihar)જમુઈ જિલ્લામાં (jamui)એક અજીબોગરીબ લગ્નનો (marriage)મામલો સામે આવ્યો છે. જમુઇ શહેરના કલ્યાણપુર મોહલ્લાની એક પરિણીતા લગ્નના આઠ દિવસ પછી જ પોતાના પતિને છોડીને પ્રેમી (lover)સાથે ચાલી ગઈ છે. બતાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના પ્રેમીને છેલ્લા 10 વર્ષોથી પ્રેમ કરે છે અને તે તેની સાથે રહેવા માંગે છે. આવામાં હવે પરિણીતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં (Social Media)વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં (Viral Video)10 વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર પ્રેમી સાથે બીજા લગ્ન કરનાર પરિણીતાએ સમાજ અને પોલીસ પ્રશાસનને પરેશાન ના કરવાની વિનંતી કરી છે. વીડિયો પ્રમાણે પરિણીતાએ મંદિરમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા છે.

    આ વીડિયોમાં પરિણીતા જણાવી રહી છે કે મારા પરિવારોએ જેની સાથે મારા લગ્ન કરાવ્યા હતા તે તેને માર મારતો હતો અને પ્રતાડિત કરતો હતો. જેની કારણે લગ્નના 8 દિવસ પછી જ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી રહી છું. હાલના દિવસોમાં જમુઈ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયો વિશે બતાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શહેરના કલ્યાણપુર વિસ્તારની છે. વીડિયોમાં દેખાતી પરિણીતાનું નામ શિવાની છે અને તેના પ્રેમીનું નામ ઉત્તમ કુમાર છે.

    આ પણ વાંચો  - પતિને જોઈને પત્નીએ પ્રેમીને બાલ્કની પર લટકાવ્યો, હાથ છૂટ્યો તો પાંચમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો

    2 દિવસ પછી જ પતિ કરવા લાગ્યો હતો પીટાઇ

    બતાવવામાં આવી રહ્યું છે કે શિવાનીના વગ્ન 8 દિવસ પહેલા જ તેના માતા-પિતાએ કરાવી દીધા હતા. જોકે 2 દિવસ પછી જ તેનો પતિ શિવાની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. વીડિયોમાં પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે તેના પરિવારજનોએ જે યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. તે તેને માર મારતો હતો અને પ્રતાડિત કરતો હતો. 2 દિવસ પહેલા જ તેની ક્રુરતા પૂર્વક પીટાઇ કરી હતી.

    જાણકારી પ્રમાણે 7 ડિસેમ્બરે શિવાનીના લગ્ન મુંગેર જિલ્લાના દરિયાપુરના રહેવાસી રંજીત કુમાર સાથે થયા હતા. જોકે 8 દિવસ પછી 15 ડિસેમ્બરે શિવાની પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી. બન્નેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. જાણકારી પ્રમાણે શિવાની અને ઉત્તમ કુમાર 10 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. શિવાનીનો પ્રેમી જમુઈ શહેરમાં કોચિંગ ચલાવતો હતો અને શિવાની તેમાં અભ્યાસ કરવા જતી હતી. તે સમયથી બન્ને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો.

    આ પણ વાંચો - વિદાયમાં વરરાજા સાથે નીકળી દૂલ્હન, રસ્તામાં કાર રોકાવી અને પ્રેમી સાથે ભાગી ગઈ

    જમુઇ નગરના થાનાધ્યક્ષ ચંદન કુમારે જણાવ્યું કે આ મામલે હજુ પોલીસને કોઇ જાણકારી આપવામાં આવી નથી. જાણકારી કરવામાં આવશે તો તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bihar News, Social media, બિહાર, વાયરલ વીડિયો

    આગામી સમાચાર