Home /News /national-international /તમિલનાડુમાં 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

તમિલનાડુમાં 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

(પ્રતીકાત્મક તસવીર)

ઘરની અંદર ઘૂસી વાંદરાઓના ઝુંડે જોડિયા બહેનોને ઉઠાવી લીધી, એકને છત પર ફેંકતા માંડ-માંડ બચ્યો જીવ

ચેન્નઈ. તમિલનાડુ (Tamil Nadu)ના તંજાવુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું (Monkey) ઝુંડ એક ઘરની અંદર ઘૂસી ગયું. આ ઝુંડ ઘરમાં ઘૂસીને 8 દિવસની બે નવજાત જોડવા બાળકઓને (New Born Twin Sisters) ઉઠાવીને લઈ ગયું. ત્યારબાદ તેમાંથી એક બાળકીને નાળામાં ફેંકી દીધી. આ ઘટનામાં તેનું મોત થઈ ગયું. આ ચકચારી ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. વાંદરાઓના આતંકથી લોકો પરેશાન થઈ ગયા છે.

તમિલનાડુના તંજાપુરની રહેવાસી ભુવનેશ્વરીએ આ ચોંકાવનારી ઘટનાની પૂરી જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, ઘરની અંદર બેડરુમમાં જ તેમની 8 દિવસની બંને જોડિયા દીકરીઓ ઊંઘતી હતી. આ દરમિયાન તેઓએ બાળકીઓના રડવાનો અવાજ સાંભળ્યો. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમના હોશ ઊડી ગયા.

આ પણ વાંચો, ખૂબ જ દુર્લભ બીમારીથી પીડાય છે આ માસૂમ, જીવ બચાવવા માટે જરૂરી 16 કરોડનું ઇન્જેક્શન

તેઓએ જોયું કે વાંદરાઓનું એક ઝુંડ તેમની નવજાત જોડિયા દીકરીઓને ઉઠાવીને લઈ જઈ રહ્યું હતું. તેઓ તેમની પાછળ દોડ્યા અને બૂમો પાડી. ઘરની બહાર જઈને તેમણે જોયું કે વાંદરાઓ તેમની દીકરીઓને લઈને છત પર બેઠા હતાં. આ દરમિયાન તેમની બૂમો સાંભળીને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા. તમામ લોકો વાંદરાઓના સકંજામાંથી બાળકીઓને મુક્ત કરાવવા માટે પ્રયાસ કરવા લાગ્યા.

આ પણ વાંચો, માનવતાની મહેક, આ ડૉક્ટરે ગરીબો માટે શરૂ કર્યું ‘એક રૂપિયા’વાળું ક્લિનિક
" isDesktop="true" id="1072337" >

આ દરમિયાન વાંદરાઓએ એક બાળકીને છત પર જ ફેંકી દીધી, જ્યારે બીજી બાળકીને નીચે નાળા તરફ ફેંકીને ભાગવા લાગ્યા. આ દરમિયાન છત પર પટકાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી. હવે તેની હાલત ખતરાથી બહાર છે. પરંતુ નાળામાં ફેંકવામાં આવેલી બાળકીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
First published:

Tags: Monkey, New born, Tamil Nadu, Twins, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો