Home /News /national-international /7th Pay Commission DA hike: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને જલસા કરાવશે મોદી સરકાર, પગારમાં થશે મોટો વધારો
7th Pay Commission DA hike: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને જલસા કરાવશે મોદી સરકાર, પગારમાં થશે મોટો વધારો
7th pay commission
નવું વર્ષ આવવામા લગભગ 20 દિવસનો સમય બાકી છે અને આવનારા વર્ષમાં સરકારી કર્મચારીઓને કેટલીય ખુશખબર મળવાની છે. નવા વર્ષ 2023માં સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો નક્કી છે.
નવી દિલ્હી: નવું વર્ષ આવવામા લગભગ 20 દિવસનો સમય બાકી છે અને આવનારા વર્ષમાં સરકારી કર્મચારીઓને કેટલીય ખુશખબર મળવાની છે. નવા વર્ષ 2023માં સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો નક્કી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી આવેલા AICPI ઈંડેક્સના ડેટા અનુસાર, સરકાર આગામી વર્ષે માર્ચ સુધઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાન વધારો કરી શકે છે. જો આવું થાય છે તો, કર્મચારીઓની સેલરીમાં મોટા વધારો જોવા મળશે.
અત્યાર કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 38 ટકા મળી રહ્યું છે. સરકાર જો આગામી વર્ષે 2023માં ડીએમાં 3થી 5 ટકાનો વધારો કરશે, તો ડીએ 41થી 43 ટકા થઈ શકે છે. આ એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ કે સેલરીમાં કેટલો વધારો થશે. માની લો કે કોઈની સેલરી 50,000 રૂપિયા છે અને તેની બેસિક સેલરી 20,000 રૂપિયા છે અને હાલમાં 38 ટકાના હિસાબે 7600 રૂપિયા ડીએ મળે છે. જો ડીએમાં 5 ટકા વધારો આવે તો, સેલરીમાં ડીએના ભાગના 8600 રૂપિયા આવશે. એટલે કે વેતનમાં 1000 રૂપિયાનો વધારો થશે અને વાર્ષિક 12,000 રૂપિયાનો વધારો થશે.
આવી રીતે નક્કી થાય છે મોંઘવારી ભથ્થા
કર્મચારીના મોંઘવારી ભથ્થા AICPI ઈંડેક્સના આંકડા પર નિર્ભર કરે છે. આ ઈંડેક્સના ડેટા જો વધે છે તો ડીએમાં વધારોની સરેરાશ થાય છે. સપ્ટેમ્બર 2022માં AICPIના આંકડા 131.3 હતું, જેમાં ઓક્ટોબરમાં 1.2 અંકનો વધારો થયો અને 132.5 પર પહોચી ગયું હતું. ત્યારે સરકારે 4 ટકાનો ડીએ વધારો દિવાળી પર આપ્યો હતો.
સરકાર વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જૂલાઈમાં મોંઘવારી ભથ્થા વધારે છે. સરકારે આ વર્ષે માર્ચમાં ડીએ 3 ટકા વધારો આપ્યો હતો. ત્યાર બાદ દિવાળી પહેલા 4 ટકાનો વધારો આપ્યો હતો. સરકારી કર્મચારીઓના વેતનમાં દિવળી પહેલા વધારો ઘણી રાહત આપે છે. વર્ષ 2006માં કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને અને પેન્શનધારકોને ડીએ અને ડીઆરનું કેલક્યુલેશન ફોર્મ્યુલા રિવાઈઝ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર