7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે, ત્રણ જગ્યાએથી મળશે પૈસા, જાણો કેવી રીતે
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે, ત્રણ જગ્યાએથી મળશે પૈસા, જાણો કેવી રીતે
પ્રતિકાત્મક તસવીર
7th Pay Commission: પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance DA) એકવાર ફરીથી વધી શકે છે. પીએફ (PF) ઉપર વ્યાજ દિવાળી પહેલા ખાતામાં (Provident Fund) જમા થઈ શકે છે.
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વર્ષે દિવાળી (Diwali 2021) ખુબ જ ખાસ થવાની છે. આ વર્ષે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને (Central government employees)ત્રણ ભેંટ મળનારી છે. પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance DA) એકવાર ફરીથી વધી શકે છે. DA એરિયર પર સરકાર સાથે ચાલી રહેલી વાતચીતમાં કોઈ પરિણામ આવી શકે છે. જોકે, સરકાર એરિયર આપવાના પક્ષમાં નથી. ત્રીજું પીએફ ઉપર વ્યાજ દિવાળી પહેલા ખાતામાં (Provident Fund) જમા થઈ શકે છે. તો ચાલો જાણીએ વિસ્તાર પૂર્વક
એકવાર ફરીથી વધશે DA
જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થું હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021ના AICPI આંકડાથી જાણવા મળ્યું છે કે ત્રણ ટકા સુધી વધારો થઈ શકે છે. આ પ્રકારે ત્રણ ટકા ફરીથી વધવા બાદ મોંઘવારી ભથ્થું 31 ટકા ઉપર પહોંચી જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર દશેરા અથવા દિવાળીની આસપાસ ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે.
વધી શકે છે DA એરિયર
કેન્દ્રીય કર્મચારી આશા રાખી રહ્યા છે કે તેમણે દિવાળી પહેલા 18 મહિનાથી રોકેલા મોંઘવારી ભથ્થું મળી જશે. હવે 18 મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ મોદી આનો ઉકેલ વહેલી તકે લાવશે. તેમને દિવાળી સુધી 18 મહિનાનું રોકાયેલું મોંઘવારી ભથ્થું મળી શકે છે. નાણામંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે મે 2020માં ડીએ વધારાને 30 જૂન 2021થી રોકી દીધું હતું.
જલદી આવશે પીએમના વ્યાજના પૈસા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના છ કરોડથી વધારે એકાઉન્ટ હોલ્ડર્સને ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. દિવાળી પહેલા EPFO એકાઉન્ટ હોલ્ડર્સને બંપર ભેટ મળી શકે છે.
પીએમ ખાતા ધારકોના બેન્ક ખાતામાં જલદી વ્યાજના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. EPFO જલદી પોતાના 6 કરોડથી વધારે ગ્રાહકોના ખાતામાં 2020-21 માટે વ્યાજ ટ્રાન્સફર કરીને ઘોષણા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આગામી ચાર નવેમ્બરે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓ પોતાની કંપનીઓ અને કામની સંસ્થાઓ ઉપર દિવાળી બોનસ અને અન્ય ભથ્થાની મીટ માંડીને બેઠા હોય છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની આ વખતની દિવાળી વધારે ખાસ બની શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ખાસ ગિફ્ટ આપી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર