Home /News /national-international /

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી દિવાળી ભેટ, 3% DA વધારવાની જાહેરાત

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી દિવાળી ભેટ, 3% DA વધારવાની જાહેરાત

7th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 3 ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) વૃદ્ધિને મંજૂરી આપી દીધી છે.

7th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 3 ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) વૃદ્ધિને મંજૂરી આપી દીધી છે.

    નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 3 ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) વૃદ્ધિને મંજૂરી આપી દીધી છે. Department of Expenditureના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મોંઘવારીમાં વૃદ્ધિને કારણે કેન્દ્ર સરકારે ડીએ વધારવાનો (DA Hike) નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને લાભ મળશે.

    31% DA પર કેલ્ક્યુલેશન
    જણાવી દઈએ કે પાછલી વૃદ્ધિને મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA વધીને 28 ટકા થઈ ગયું હતું. માટે હવે 3 ટકાની નવી વૃદ્ધિની મંજૂરી બાદ DA વધીને 31 ટકા થઈ જશે.

    ગયા વર્ષની સરખામણીએ કુલ મોંઘવારી ભથ્થું 11 ટકા વધી ગયું છે. સરકારે જુલાઈ 2021થી તેને 28 ટકા કરી નાખ્યું છે. હવે મોંઘવારી ભથ્થું (17+4+3+4+3) સાથે 31 ટકા સુધી પહોંચી જશે. એટલે જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી 50,000 રૂપિયા છે તો તેને 15,500 રૂપિયા DA મળશે.

    જુલાઈ, 2021થી લાગુ થયા નવા દર
    તમને જણાવી દઈએ કે સરકારે 1 જુલાઈ, 2021થી મોંઘવારી ભથ્થાંને 28 ટકા વધાર્યું હતું જે એ સમયે 17 ટકાથી 11 ટકા વધુ હતું. પરંતુ 1 જાન્યુઆરી, 2020થી લઈને 30 જૂન, 2021 સુધી આ ડીએ 17 ટકા જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ! કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પાર

    જાણો DA શું છે?
    મોંઘવારી ભથ્થું કર્મચારીની બેઝિક સેલરીનો એક નિશ્ચિત હિસ્સો હોય છે. દેશમાં મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તેને સમય-સમય પર વધારવામાં આવે છે. પેન્શનર્સને મોંઘવારી રાહત (DR) હેઠળ આ લાભ મળે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 7th pay commission, Business news in gujarati, DA Hike, Govt employee DA hike, National news

    આગામી સમાચાર