Home /News /national-international /

Independence Day: 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો, સૈનિક સ્કૂલોમાં દીકરીઓને એડમિશન- PM મોદીની 10 મોટી જાહેરાત

Independence Day: 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો, સૈનિક સ્કૂલોમાં દીકરીઓને એડમિશન- PM મોદીની 10 મોટી જાહેરાત

વડાપ્રધાને કહ્યું કે, આપણે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, પરંતુ ભાગલાનું દર્દ આજે પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયને ઘાયલ કરે છે.

PM Modi on 75th Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે

  નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ 75મા સ્વતંત્રતા દિવસ (75th Independence Day) પર લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીરથી દેશને સંબોધિત કરતાં આવનારા સમયમાં વિકાસની રૂપરેખા ખેંચી છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ના 75 સપ્તાહમાં દેશમાં પ્રત્યેક સપ્તાહે એક વંદે ભારત ટ્રેન (Vande Bharat Trains) શરૂ થશે, એટલે કે 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનોની સુવિધા દેશવાસીઓને મળવા જઈ રહી છે.

  પીએમ મોદી (PM Modi on 75th Independence Day)એ તેની સાથોસાથ દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન આપવાની જાહેરાત કરી છે. લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યું કે, હવે સરકારે નિર્ણય લીધો છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે.

  1. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખૂણાને પરસ્પર જોડવા જઇ રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ઉડાન યોજના છેવાડાના વિસ્તારોને જોડી રહી છે, જે પણ અભૂતપૂર્વ છે.

  2. પીએમ મોદીએ કહ્યું કે, મને અનેક ભલામણો મળી હતી કે દીકરીઓને પણ સૈનિક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલી દેવામાં આવશે.

  3. વડાપ્રધાને કહ્યું કે, આપણે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ, પરંતુ ભાગલાનું દર્દ આજે પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયને ઘાયલ કરે છે. તે ગઈ શતાબ્દીની સૌથી મોટી ત્રાસદી પૈકી એક છે. કાલે જ દેશે ભાવુક નિર્ણય લીધો છે. હવેથી 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે.

  4. પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ હોય કે કાશ્મીર. વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છે. લદાખ પણ પોતાની અસલી સંભાવનાઓની તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે.

  5. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, નાના ખેડૂતો પર અત્યાર સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું. કૃષિ સેક્ટરના પડકારો પર ધ્યાન આપવું પડશે. ખેડૂતોની જમીન સતત નાની થઈ રહી છે. 80 ટકા ખેડૂતોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. વડાપ્રધાન મોદીએ 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, ‘નાના ખેડૂતો બને દેશની શાન’. પહેલા જે દેશમાં નીતિઓ બની, તેમાં આ નાના ખેડૂતો પર જેટલું ધ્યાન કેન્દ્રીત કરવું જોઈતું હતું, તેટલું થયું નહીં, જે હવે થઈ રહ્યું છે. હવે નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

  6. વડાપ્રધાન મોદીએ અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ ગૌરવ કાળ તરફ લઈ જશે. મોદીએ કહ્યુ, અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલો લાંબો ઈંતજાર નથી કરવાનો. અત્યારથી લાગી પડવાનું છે. આ જ સમય છે. યોગ્ય સમય છે. આપણે પોતાની જાતને બદલવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે.

  7. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે.

  8. નોર્થ ઈસ્ટના વિકાસ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આપણા પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિત સમગ્ર હિમાલયના ક્ષેત્રને, આપણા કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી વિસ્તારો હોય, તે ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવીટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટીવિટી દિલોનું પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ છે. ખૂબ ઝડપથી નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના પાટનગરોને રેલસેવા સાથે જોડવાનું કામ પૂરું થવાનું છે.

  આ પણ વાંચો, 75th Independence Day: વડાપ્રધાન મોદીએ દેશને આપ્યો નવો મંત્ર- ‘આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે’

  9. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓ હેઠળ જે ચોખા ગરીબોને આપે છે, તેને ફોર્ટફાઇ કરશે. ગરીબોને પોષણયુક્ત ચોખા પૂરા પાડવામાં આવશે. રાશનની દુકાન, મિડ ડે મીલમાં મળનારા ચોખા હોય કે ક્યાંય પણ 2024 સધીમાં દરેક યોજના હેઠળ મળનારા ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઇ) થશે.

  10. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એક-એકથી ચડીયાતી પ્રોડક્ટ્સ બનાવે છે. આ પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Independence day, Independence Day 2021, RED FORT, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन