Independence Day: આજે વડાપ્રધાન મોદી લાલકિલ્લા પરથી તો CM રૂપાણી જૂનાગઢમાં કરશે ધ્વજવંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

75th independence day india: વાડપ્રધાન નરેન્દ્ર મોદી 8મી વખત લાલ કિલ્લા ઉપરથી દેશજોગ સંબોધન કરશે. ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રુપાણી જૂનાગઢ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

  • Share this:
    નવી દિલ્હીઃ આજે  15મી ઓગસ્ટ (15 August Independence Day) દેશવાશીઓ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ (75th independence day india) મનાવી રહ્યા છે. લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વજવંદન (Prime Minister Narendra Modi) કરશે. ત્યારબાદ વાડપ્રધાન નરેન્દ્ર મોદી 8મી વખત લાલ કિલ્લા (lalkilla) ઉપરથી દેશજોગ સંબોધન કરશે. આજે આખો દેશ આઝાદીના જશ્નમાં ડૂબેલો છે ત્યારે ઉજવણીમાં કોઈ ખલેલ ન પડે તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રુપાણી જૂનાગઢ (Gujarat CM vijay rupani in junagadh) ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

    9 એન્ટ્રી ડ્રોન, 300 CCTV, 5000 જવાનઃ લાલ કિલ્લા ઉપર લોખંડી સુરક્ષા
    લાલ કિલ્લાની ચારે તરફ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ફેસ રિકોગ્નિશનવાળા 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી દરેક ચહેરાની માહિતી રાખી શકાય. લાલ કિલ્લાના મુખ્ય દ્વારની બહાર મોટા-મોટા કન્ટેનરર લગાવવામાં આવ્યા છે, તેનાથી લાલ કિલ્લાને સામેથી જોઈ શકાશે નહીં. આશરે 15થી 20 કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. માત્ર લાલ કિલ્લાની સુરક્ષામાં 5 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

    આ સિવાય દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. સાવચેતીના ભાગ રૂપે દિલ્હીની બધી સરહદોને બંધ કરી દેવામાં આવી છે અથવા સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    પીએમ મોદી કરશે મુલાકાત
    15 ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને લાલ કિલ્લા પર આમંત્રિત કર્યા છે. પીએમ મોદી પણ દરેકને વ્યક્તિગત રીતે મળશે અને વાત કરશે. આ સિવાય પીએમ મોદી તમામ ખેલાડીઓને તેમના નિવાસસ્થાને અલગથી મળશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા તેમના નિવાસ સ્થાને ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેલાડીઓ સિવાય તેમના કોચ, સપોર્ટ સ્ટાફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામને દિલ્હી બોલાવાયા છે.

    લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન મોદી દેશને સંબોધશે
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટના રોજ 8મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે. પોતાના ભાષણ માટે પીએમ મોદીએ યુવાઓ પાસે તેમના વિચાર અને સૂચનો માંગ્યા છે. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમારા વિચાર પ્રધાનમંત્રીના ભાષણમાં સામેલ થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગ્યા હતા. આ વર્ષે પણ લોકો mygov વેબસાઈટ પર પોતાના વિચારો શેર કરવા જણાવ્યું હતું. જેમાંથી કેટલાક વિચારો પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં સામેલ કરી શકે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાની જાહેરાત
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 14મી ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાની જાહેરાત કરી છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન કહ્યુ કે, તેનાથી ભેદભાદ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. દેશમાં 15 ઓગસ્ટ ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે.

    પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, "દેશના ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલાવી ન શકાય. નફરત અને હિંસાને પગલે આપણા લાખો ભાઈઓ અને બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટના દિવસને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે." વધુ એક ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, "આ દિવસ આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવાની પ્રેરણા આપશે. સાથે જ તેનાથી એકતા, સામાજિક સદભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે."
    Published by:ankit patel
    First published: