બેંગલુરુ: આજે 75મો સેના દિવસ (75th Army Day)છે. વર્ષ 1949માં આ સમારંભની શરુઆત થયા બાદ પહેલી વાર દિલ્હીથી બહાર તેનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષે 15 જાન્યુઆરીએ મનાવાતો સેના દિવસમાં પરેડ એક અભિન્ન અંગ છે. આ વખતે આર્મી ડે પરેડ બેંગલુરુના એમઈજી એન્ડ સેન્ટર પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ અગાઉ દર વર્ષે દિલ્હી છાવણીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સેના દિવસની ઉજવણી થતી આવી છે. મોદી સરકારે રાષ્ટ્રીય મહત્વના આયોજનો દિલ્હીથી બહાર આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી તેની પહોંચ વધુમાં વધુ લોકો સુધી જાય અને લોકોની ભાગીદારી વધે.
થલ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે પરેડની સલામી લેશે અને વીરતા પુરસ્કાર પ્રદાન કરશે. ત્યાર બાદ આર્મી સર્વિસ કોર્પ્સની ટોરનેડો ટીમ મોટરસાયકલ પર પોતાના કરતબ દેખાડશે. પેરાટ્રુપર્સ સ્કાઈડાઈવિંગનું પ્રદર્શન કરશે. આર્મી એવિએશન કોર્પ્સ્ની ટીમ ડેયરડેવિલ જંપનું પ્રદર્શન કરશે. અંતમાં હેલીકોપ્ટરની ફ્લાઈ પાસ્ટ થશે. રક્ષામંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્ર માટે દક્ષિણ ભારતના લોકોની વીરતા, બલિદાન અને સેવાઓની ઓળખાણ માટે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. સાથે જ તે ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાને શ્રદ્ધાંજલિ આપી છે, કારણ કે, તેઓ કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે.
For the first time #ArmyDay parade & other events related to it are being held outside the national capital Delhi. This has given a golden opportunity to Army to connect to the people. I'm confident this will make our relations even stronger: Army chief Gen M Pande in Bengaluru pic.twitter.com/t5Gz53O6IX
પ્રધાનમંત્રી મોદીએ 75માં સેના દિવસ પર ટ્વિટ કર્યું, સેના દિવસ પર, હું તમામ સૈન્ય કર્મી, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ આપું છું. દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે અને અમે હંમેશા જવાનોના આભારી રહીશું. તેમણે હંમેશા આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે અને સંકટના સમયમાં તેમના સેવા ખાસ કરીને પ્રશંસનિય રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું, ‘#ArmyDay પર તમામ ભારતીય સેનાના જવાનોને અને તેમના પરિવારોને શુભકામના. રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ, વીરતા, બલિદાન અને સેવાને નમન કરે છે. ભારતને સુરક્ષિત રાખવા માટે ભારતીય સેનાના પ્રયાસો પર અમને ગર્વ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર