liveLIVE NOW

Independence Day: સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ મળશે એડમિશન, PM મોદીની મોટી જાહેરાત

75th independence day india: દેશની પાસે પોતાની વેક્સીન ન હોત તો શું થાત? કોરોના સંકટ પર બોલ્યા PM મોદી

 • News18 Gujarati
 • | August 15, 2021, 09:01 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: A YEAR AGO
  9:4 (IST)

  આર્ટિકલ 370 હટાવવું, જીએસટી લાગુ કરવો, ફૌજીઓ માટે વન પેન્શન, અયોધ્યા વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ, દેશે આ બધું થોડાક સમયમાં જોયું છે. ઓબીસી કમીશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિને દર્શાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. સર્જિકલ, એર સ્ટ્રાઇકમાં દુશ્મનોને નવા ભારતનો સંદેશ આપ્યો, એ દર્શાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે, ભારત કઠિનથી કઠિન નિર્ણય પણ લઈ શકે છે. ભારત ખચકાતું નથી.

  8:49 (IST)
  દીકરીઓને મળશે સૈનિક સ્કૂલોમાં એડમિશન
  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, મને અનેક ભલામણો મળી હતી કે દીકરીઓને પણ સૈનિક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલી દેવામાં આવશે.

  8:42 (IST)

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખૂણાને પરસ્પર જોડવા જઇ રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ઉડાન યોજના છેવાડાના વિસ્તારોને જોડી રહી છે, જે પણ અભૂતપૂર્વ છે.

  8:39 (IST)
  પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ થશે
  ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે.

  8:36 (IST)

  PM મોદીએ કહ્યું કે, ભારત આજે પોતાના ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે. ગગનયાન પણ બનાવી રહ્યું છે. વિકાસના પથ પર આગળ વધતાં ભારતે પોતાની મેનૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ, બંનેને વધારવા પડશે. તમે જોયું છે. થોડા દિવસ પહેલા પણ ભારતે પોતાના પહેલી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતારી છે.

  8:31 (IST)
  જે બનાવો બેસ્ટ બનવો- PM મોદી
  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના લોકોને આગામી પેઢી માટે માળખાકિય સુવિધા, વિશ્વસ્તરીય નિર્માણ, અત્યાધુનિક નવાચાર, નવા જમાનાની ટેકનીક માટે કામ કરવું પડશે.

  8:27 (IST)

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એક-એકથી ચડીયાતી પ્રોડક્ટ્સ બનાવે છે. આ પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.

  નવી દિલ્હીઃ દેશવાશીઓ આજે 15મી ઓગસ્ટ (15 August Independence Day) ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ (75th independence day India) ઉજવી રહ્યા છે. લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજવંદન (Prime Minister Narendra Modi) કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી વખત લાલ કિલ્લા (Red Fort) ઉપરથી દેશજોગ સંબોધન કર્યું. આજે આખો દેશ આઝાદીના જશ્નમાં ડૂબેલો છે ત્યારે ઉજવણીમાં કોઈ ખલેલ ન પડે તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन