બિલ હતું 50 હજારનું અને ટીપ આપી રૂ. 1.31 લાખની! જાણો શા માટે?

બોકા રેસ્ટોરન્ટ

 • Share this:
  જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન કરો છો, તો વેઇટરને કેટલી ટીપ આપો છો ? ભારતમાં આપણે વધુમાં વધુ 50 અથવા 100 રૂપિયાની ટીપ આપીએ છીએ. આવા જ હાલ અમેરિકાના પણ છે. અહીંયા પણ કોઈ ગ્રાહક 20 ટકાથી વધુ ટીપ આપતા નથી. પરંતુ જો તમને એવુ કહીએ કે અમેરિકામાં એક વ્યક્તિ ભોજન લીધા બાદ વેઇટરને ટીપ તરીકે ખાવાના બિલથી ડબલ પૈસા આપી દીધા તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહી! પરંતુ તે સાચું છે.

  અમેરિકાના શિકાગોમાં એક ગ્રાહકે જ્યારે ભોજન લીધુ તો ત્યાના ભોજનના સ્વાદના તે દીવાના થઇ ગયા. તેઓ એટલા ખુશ થઇ ગયા હતા કે તેઓએ ટીપમાં 260 ટકા આપી દીધા. જી હા સાચું સાંભળ્યું બિલ પર બેગણાથી પણ વધુ. આ વ્યક્તિનું નામ છે માઇક.

  સિએટલના રહેવાસી માઇક શિકાગોની બોકા રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. જમ્યા બાદ તેમનું બિલ આવ્યુ 759 ડોલર એટલે લગભગ પચાસ હજાર રૂપિયા. માઇક ત્યાંનુ ખાવાનું અને સેવાથી એટલા ખુશ થઇ ગયા કે તેમણે ટીપમાં 2000 ડોલર આપી દીધા. એટલે કે આશરે 1 લાખ 31 હજાર રૂપિયા તેમણે ટીપ તરીકે વેઇટરને આપ્યા. જમવાનું બિલ હતુ પચાસ હજાર રૂપિયાની આસપાસનું અને ટીપ 1 લાખ 31 હજાર રૂપિયા આપી. ચોંકી ગયા ને તમે !

  બોકાને પહેલા 300 ડોલર ટીપ આપવામાં આવી અને ફરી કિચનમાં પહોચી રેસ્ટોરન્ટના દરેક સ્ટાફને 100-100 ડોલર વધુ આપ્યા. એટલે કુલ મળીને 17 લોકોનો સ્ટાફ હતો.
  શિકાગોમાં બોકાની ગણતરી ખુબ જ મોંઘા રેસ્ટોરન્ટમાં થાય છે. રેસ્ટોરન્ટે તેમની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે. સાથે જ ફોટો પણ પોસ્ટ કર્યો છે.
  Published by:Bhoomi Koyani
  First published: