Home /News /national-international /

આજથી 75 વર્ષ પહેલા 11 ઓગસ્ટે જિન્ના બન્યા હતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, આવી હતી દેશની હાલત

આજથી 75 વર્ષ પહેલા 11 ઓગસ્ટે જિન્ના બન્યા હતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, આવી હતી દેશની હાલત

1947માં મણિપુરના મહારાજા બોધચંદ્ર ભારત સાથે વિલયના સહમતિ પત્ર પર સાઈન કરી રહ્યા છે.

દેશનું વિભાજન થઈ ગયું હતું. રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી. લોકો અહીં અને ત્યાં જતા હતા. આઝાદી પહેલા પાકિસ્તાને 11 ઓગસ્ટે પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ તરફ જ્યારે મણિપુર ભારતમાં ભળ્યું, ત્યારે ગાંધીજીએ અશાંત નોઆખલી જવાનું નક્કી કર્યું હતું.

વધુ જુઓ ...
આઝાદીના ત્રણ દિવસ પહેલા જ મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જિન્નાએ કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ બધાને સમાન અધિકાર છે. મંદિર કે મસ્જિદમાં જવું હોય તો પણ તમે મુક્ત છો. જો કે થોડા સમય બાદ પાકિસ્તાન કટ્ટરપંથી ધાર્મિક દેશ બની ગયો હતો. આજના દિવસે જ પાકિસ્તાનને તેનો ઝંડો મળ્યો હતો.

કરાંચીમાં બંધારણ સભાની બેઠકમાં જિન્નાને બિનહરીફ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ જિન્નાએ એક ભાષણ આપ્યું કે, તમે પાકિસ્તાનમાં મુક્ત છો. પછી ભલે તમે મંદિર જાઓ કે મસ્જિદમાં. બધા માટે સમાન નાગરિક અધિકારનો સિદ્ધાંત છે.\

વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!

પાકિસ્તાનમાં થોડા દિવસ પછી તમે જોશો કે અહી કોઈ મુસ્લિમ, મુસ્લિમ નહીં હોય, અને કોઈ હિન્દુ, હિન્દુ નહીં હોય. બધા એક દેશના નાગરિક હશે. જો કે, તેમના ભાષણથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, જો તેમના વિચારો આવા હતા, તો પછી તેમને ધર્મના નામે અલગ દેશ બનાવવાની જરૂર કેમ પડી?

પાકિસ્તાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

પાકિસ્તાને આજના દિવસે જ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તે ધ્વજ અમીરુદ્દીન કિડવાઈએ ડિઝાઈન કરી હતી. તે પાકિસ્તાનની આઝાદીના દિવસે એટલે કે 14 ઓગસ્ટે ફરકાવવાનો હતો. કિડવાઈનો જન્મ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. ખિલાફત ચળવળમાં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કાર્યકર્તા તરીકે થઈ હતી. 1947માં તેઓ ભારતથી લાહોર જતા રહ્યા હતા. ત્યાં તેમણે વકીલાત કરી હતી.

દાણચોરીને ડામવા અને ભાગેડુઓને ફરાર થતા અટકાવવા સરકારે લીધો કડક નિર્ણય, હવે કસ્ટમ વિભાગ રાખશે મુસાફરો પર નજર

ગાંધીજી નોઆખલીની મુલાકાત લેવાના હતા

ગાંધીજી રમખાણોમાં સળગતા નોઆખલી જવાના હતા. આ વાતની સુહરાવર્દીને ખબર પડી તો તેઓ કરાંચીથી સીધા કલકત્તા પહોંચ્યા હતા અને ગાંધીજીને મળ્યા હતા. તેમણે તેમને કલકત્તામાં જ રોકાવાની વિનંતી કરી હતી. તેમણે ગાંધીજીને કહ્યું હતું કે, નોઆખલીમાં હવે શાંતિ સ્થપાશે અને આ માટે તેઓ શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

કાશ્મીરના પીએમે આપ્યું હતું રાજીનામું

શ્રીનગરમાં રામચંદ્ર કાકે મહારાજા હરિ સિંહ સાથે મતભેદ થતાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને મેજર જનરલ જનકસિંહે હંગામી ધોરણે વડાપ્રધાન પદના શપથ લીધા હતા.

શરણાર્થીઓને લઈ જવા માટે દેશભરની ટ્રેનો દોડાવાઈ હતી

પંજાબની સમસ્યા વધુ જટિલ બની રહી હતી. ત્યાં ભયંકર અફરાતફરી અને જબરદસ્ત હત્યાકાંડ થયો હતો. દેશભરના તમામ સ્ટેશનો પર ભારે ભીડ હતી. નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

દિલ્હીમાં 'માસ્ક યુગ' ફરી આવ્યો, નવા કોરોના વેરિઅન્ટ બાદ કેસ વધતા જાહેરસ્થળોએ માસ્ક ફરજીયાત

તે સમયે ખાનગી કંપનીઓ દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં રેલવે ચલાવતી હતી. ઓગસ્ટમાં એક દેશથી બીજા દેશમાં જતા અને આવતા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ હોવાથી દેશભરની ટ્રેનોથી પાકિસ્તાન જતા અને આવતા લોકોનું સંચાલન થઈ શકે તે રીતે ટ્રેનોને કોર્ડીનેટ કરવામાં આવી હતી. માલગાડીઓ રોકી દેવામાં આવી હતી. દેશભરમાંથી રેલવે કર્મચારીઓને પણ બોલાવીને આ કામમાં લગાવી દેવાયા હતા. આ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલુ રહી હતી. આ સમય દરમિયાન સરકારે દેશભરમાં રેલવે ચલાવતી ખાનગી કંપનીઓ પાસેથી રેલવેને પોતાના હાથમાં લેવાનું કામ પણ શરૂ કર્યું હતું.

મણિપુરનું વિલીનીકરણ

મણિપુરે ભારતમાં ભળી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યાંના મહારાજા બુદ્ધચંદ્રએ વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે તેમના જ રાજ્યમાં ઘણા લોકો તેના વિરુદ્ધમાં હતા. જેથી તેમને લાગ્યું કે, આ મર્જર કાયમી રહેશે નહીં. ત્યારબાદ વિલીનીકરણને 1949માં યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યનો એક વર્ગ આવું ઇચ્છતો ન હતો. ખાસ કરીને મણિપુરનો એક ઉગ્રવાદી પક્ષ તેના વિરોધમાં હતો. તેની સામે ઝુંબેશ પણ ચલાવી હતી. ત્યારબાદ મણિપુરને અલગ સ્વતંત્ર દેશ બનાવવા આંદોલન થયા હતા.

1498માં મર્જર પર સંમતિ થયા પછી મણિપુરમાં પ્રથમ વખત ચૂંટણીઓ થઈ હતી. બાદમાં એમકે પ્રિઓબરતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે જ મહારાજા અને વીપી મેનન વચ્ચે બેઠક યોજાઈ હતી અને 1949માં આ મર્જરને સંપૂર્ણપણે ફાઇનલ કરી દેવાઈ હતી. આ મર્જર પર મહારાણી ચંદ્રકલાએ હસ્તાક્ષર કર્યા હતા.
Published by:Mitesh Purohit
First published:

Tags: Independence day, India Pakistan Border, Muhammad Ali Jinnah, Partition

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन