બાલકૃષ્ણ એમ, હૈદરાબાદ : આંધ્ર પ્રદેશના (Andhrapradesh)ના ગુંટૂરમાં (Guntur)માં એક 74 વર્ષનાં મહિલાએ (woman) ટ્વીન્સ (TWins) બાળકોને જન્મ આપી વર્લ્ડ રેકૉર્ડ સર્જ્યો છે. બાળકોની ડીલિવરી માટે હૉસ્પિટલે તમામ વ્યવસ્થા કરી હતી.
મહિલાની ડિલિવરી કરનારા તબીબોએ જણાવ્યું કે પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલાપરતિપાદુના રહેવાસી ચેરરામતી રાજાનું લગ્ન 22 માર્ચ 1962ના રોજ માગાયામ્મા સાથે થયું હતું. લગ્નના ઘણાં વર્ષો સુધી બાળકન થયાં બાદ તેમણે આશા ગુમાવી દીધી હતી. દરમિયાન તેમના પાડોશમાં પહેતી એક 55 વર્ષની મહિલા IVF ટેકનિકથી ગર્ભવતી બનતાં યેરરામતીને માતા બનવાની ઇચ્છા ફરી જાગી હતી.
તેમણે પતિને આ બાબતે વાત કરી અને ગુંટૂરના અહલ્યા નર્સિંગ હોમનો સંપર્ક કર્યો હતો. હૉસ્પિટલના IVF વિભાગના તબીબ સનક્કયલા ઉમાશંકરે પતિનું વીર્ય લઈ આ.વી.એફના માધ્યમથી બાળક જન્મ માટે પરિક્ષણ કર્યુ હતું. આ કેસમાં તબીબોએ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે.
માંગાયામ્માના પતિ રાજાએ જણાવ્યું કે 'હું ખૂબ ખુશ છું, અમે નવ મહિના સુધી હૉસ્પિટલમાં રહ્યાં બાળકોને જોઈને અમે તમામ તકલીફો ભૂલી ગયા છે. હવે અમે બાળકોનો ઉછેર કરીશું.” માંગાયામ્માની સંભાળ ગર્ભાવસ્થા દરમિયાન હૉસ્પિટલમાં તબીબોની દેખરેખમાં જ થઈ હતી. જોકે, આટલી ઉંમરે જન્મેલા બાળકો પણ સીઝેરિયનથી જન્મ્યાં હોવા છતાં માતા મંગાયામ્મા ખુશ હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર