Republic Day 2023: ભારતમાં આજે ઉત્સાહ અને ઉમંગ સાથે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભારતની સંસ્કૃતિ અને સૈન્ય તાકાત દુનિયાએ નિહાળી છે. દિલ્હીમાં યોજાયેલા મુખ્ય પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી મુખ્ય મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં સૈન્ય તાકાતની સાથે વિવિધ રાજ્યોની ઝાંખી પણ જોવા મળી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં આજે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દુનિયાએ દિલ્હીના કર્તવ્ય પથ પરથી ભારતની સંસ્કૃતિ અને તાકાત દુનિયાએ નિહાળી છે. પરંપરા પ્રમાણે ભારતના સ્વદેશી સૈન્યનું કૌશલ, સાંસ્કૃતિક વિવિધતા અને નારી શક્તિ પ્રદર્શન કરતી પ્રજાસત્તાક પરેડ યોજાઈ હતી. કાર્યક્રમની શરુઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને મુખ્ય મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીનું સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ કર્તવ્ય પથથી 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી પરેડમાં મુખ્ય અતિથિ રહ્યા હતા. સમારોહમાં દેશભરના નર્તકોના વંદે ભારતમ સમૂહનું આકર્ષક પ્રદર્શન, વીર ગાથા 2.0 દ્વારા બહાદૂરીની કહાની, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્કૂલ બેન્ડ દ્વારા મુધૂર પ્રદર્શન, પહેલીવાર ઈ-નિમંત્રણ, અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો અને 3D એનામોર્ફિક પ્રક્ષેપણ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો.
આ સિવાય વિવિધ રાજ્યોની ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોએ પોતાની સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી.
દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન
પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતિકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ!
" isDesktop="true" id="1326996" >
સવારે સાડા 10 વાગ્યે શરુ થયેલા પ્રજાસત્તાક પરેડમાં દેશની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાઓનું અનોખુ મિશ્રણ જોવા મળ્યું, જેમાં દેશની વધતી તાકાત સ્વદશી ક્ષમતાઓ, નારી શક્તિ અને એક 'ન્યૂ ઈન્ડિયા'ના ઉદ્ભવને પ્રદર્શિત કરાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર