liveLIVE NOW

Independence Day 2020 Highlights: દુનિયાએ લદ્દાખમાં આપણા જવાનોની વીરતા જોઇ લીધી : PM મોદી

 • News18 Gujarati
 • | August 15, 2020, 09:34 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO
  9:22 (IST)
  પીએમ મોદીએ કહ્યું કે, હવે એનસીપીનો વિસ્તાર દેશની 173 બોર્ડર અને તટવર્તી જિલ્લાઓ સુધી સુનિશ્ચિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આશરે 1 લાખ નવા એનસીસી કૈડેટ્સને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. આમા આશરે એક તૃતીયાંશ દીકરીઓને આ સ્પેશિયલ ટ્રેનિગ આપવામાં આવશે.  

  9:10 (IST)
    PM મોદીએ સંબોધન કર્યું કે, આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજીથી વેચી શકતો નહોતો. તેના તમામ બંધનો અમે દૂર કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે. ખેતીમાં ઈનપુટ કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, સોલર પમ્પ કેવી રીતે મળે. મત્સ્યઉદ્યોગ જેવા ઉદ્યોગો સાથે કેવી રીતે જોડાઈ શકાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ગત દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ફાળવ્યા છે. આનાથી વિશ્વ બજારમાં ભારતના ખેડૂતના પહોંચ વધશે.

  8:59 (IST)
    લાલ કિલ્લા પરથી ચીન અને પાકિસ્તાનના મુદ્દા પર PM બોલ્યા કે, LOCથી લઇ LAC સુધી દેશની સંપ્રુભતા પર જે કોઇ આંખ ઉઠાવી છે, દેશ એ, દેશની સેનાએ તેમને એ ભાષામાં જ જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાનું સમ્માન આપણા માટે સર્વોચ્ચ છે. આ સંકલ્પ માટે આપણા વીર જવાન શું કરી રહ્યા છે, દેશ શું કરી શકે છે, આ લદ્દાખમાં દુનિયાએ જોયું છે.

  8:56 (IST)
    પીએમ મોદીએ જણાવ્યું કે, National Digital Health Mission ભારતમાં ક્રાંતિ લાવશે, દરેક ભારતીયું હેલ્થ આઇડી બનશે, જેમા ટેસ્ટ, બીમારી, દવા સહિતની માહિતી હશે. આજથી દેશમાં એક મોટું અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડૉકટરે કંઇ દવા આપી, કયારે આપી, તમારા રિપોર્ટસ શું હતા, તેની માહિતી આ એક હેલ્થ આઇડીમાં સમાવિષ્ટ હશે. આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેકટરમાં નવી ક્રાંતિ લઇને આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોરોનાની રસી માટે વૈજ્ઞાનિકોની કામગીરી ચાલુ છે, ભારતમાં કોરોનાની 3 વેક્સીન પર કામગીરી ચાલી રહી છે. દરેક ભારતીય સુધી ઝડપથી રસી પહોંચાડીશું. આજે ભારતમાં કોરોનાની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સીન આ સમયે ટેસ્ટિંગના તબક્કામાં છે. જેવી વૈજ્ઞાનિકો તરફથી લીલીઝંડી મળશે, વેક્સીનનું મોટાપાયા પર પ્રોડક્શન કરવાની તૈયારી પણ છે. દેશને દરેક જરૂરિયાતમંદ સુધી ઓછા સમયમાં વેક્સીનને પહોંચાડવાની રૂપરેખા પણ તૈયાર છે.

  8:51 (IST)
    પીએમ મોદીએ સંબોધનમાં ઉમેર્યું કે, તમામ પ્રાકૃતિક આપદાઓ બાદ પણ દેશે આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. દેશને કોરોનાના પ્રભાવથી બહાર કાઢવું અમારી પ્રાથમિકતા છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, सामर्थ्य्मूलं स्वातन्त्र्यं, श्रममूलं च वैभवम्.. કોઇપણ સમાજ, કોઇપણ દેશની આઝાદીનો સ્ત્રોત તેનું સામર્થ્ય હોય છે. તેના વૈભવનો, ઉન્નતિ પ્રગતિનો સ્ત્રોત તેમની શ્રમ શક્તિ હોય છે. દેશનાં સામાન્ય નાગરિકની મહેનત તેના પરિશ્રમનો કોઇ મુકાબલો નથી. ગત 6 વર્ષોમાં દેશમાં મહેનત કરનારા લોકોનાં કલ્યાણ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી. કોઇપણ ભેદભાવ વગર પૂરી પારદર્શિતાની સાથે તમામ લોકોનને ઘણી યોજનાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી. 

  8:44 (IST)
    પીએમ મોદીએ જણાવ્યું કે, ગત વર્ષે ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત વર્ષે ભારતમાં FDI 18% વધ્યું. એટલા માટે કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. આ વિશ્વાસ એમ જ ઊભો નથી થયો. આમ જ દુનિયા ભારત તરફ નથી વળી.આના માટે ભારતે તેની નીતિ અને લોકતંત્રની મજબૂતાઈ પર કામ કર્યું છે, ભારતે આ વિશ્વાસ ઊભો કર્યો છે.

  8:42 (IST)
    કોઈ વિચારી પણ શકતું ન હતું કે, એક સમયે ગરીબોના જનધન ખાતામાં લાખો-કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે. કોઈ વિચારી શકતું હતું કે, ખેડૂતોના ભલા માટે કાયદામાં ફેરફાર થઈ શકે છે? કોઈ વિચારી શકતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવાશે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન વન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રિડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, બેન્કરપ્સી કોડની વાત હોય અથવા બેન્કોને મર્જ કરવાનો પ્રયાસ હોય, ભારતના પરિવર્તનના આ સમયમાં રિફોર્મને દુનિયા જોઈ રહી છે.


  8:35 (IST)
    કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.

  8:29 (IST)
    વડાપ્રધાને કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો. આત્મનિર્ભર ભારત દેશવાસીઓનાં મન મસ્તિકમાં છવાયેલો છે. આ આજે માત્ર શબ્દ નથી રહ્યો. પરંતુ 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે.  આજે દુનિયા ઇન્ટર કનેક્ટેડ છે. એટલે સમયની માંગ છે કે,  વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધવું જોઇએ. આ દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવાનું જ છે. જ્યારે આપણામાં સામર્થ્ય હશે તો આપણે દુનિયાનું પણ કલ્યાણ કરી શકીશું. આજે દેશ અનેક નવા પગલા લઇ રહ્યો છે. તમે જુઓ તો સ્પેસ સેક્ટરને ખુલ્લો મુકી દીધો છે. દેશનાં યુવાનોને તક મળી રહી છે. આપણે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કરી દીધું છે. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયાસ કર્યો છે. 

  નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શનિવાર, આજે લાલ કિલ્લા (Red Fort) પરથી સાતમી વખત સ્વતંત્રતા દિનની (Independence day 2020) ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું છે. રક્ષા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે, વડાપ્રધાનને સલામી આપનારા ગાર્ડ ઓફ ઓનરમાં આર્મી, નેવી અને દિલ્હી પોલીસનાં એક એક અધિકારી અને 24 જવાન સામેલ રહ્યા હતા. મેજર શ્વેતા પાંડે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાવમાં વડાપ્રધાન મોદીની મદદ કરી. વડાપ્રધાન સવારે 7 વાગીને 18 મિનિટે લાલ કિલ્લાના લાહૌરી ગેટ પર પહોંચ્યા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રક્ષા સચિવ ડૉ. અજય કુમારે તેમની આગેવાની કરી હતી.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन