Home /News /national-international /

74th Army Day: PM Modiએ પાઠવી શુભેચ્છા, યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ

74th Army Day: PM Modiએ પાઠવી શુભેચ્છા, યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા સેના પ્રમુખ

ભારત આજે 74મો આર્મી ડે ઉજવી રહ્યું છે

74th Army Day: ભારત આજે 74મો આર્મી ડે (Army Day) ઉજવી રહ્યું છે. આ દિવસે સેના (Indian Army) સાથે સંકળાયેલા દેશના બહાદુર સપૂતોનું સન્માન કરવામાં આવે છે. આ જ રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ સૈનિકોને અભિનંદન પાઠવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. ભારત આજે 74મો આર્મી ડે (Army Day) ઉજવી રહ્યું છે. આ દિવસે સેના (Indian Army) સાથે સંકળાયેલા દેશના બહાદુર સપૂતોનું સન્માન કરવામાં આવે છે. આ જ રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ સૈનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે, માનવતાવાદી કટોકટી દરમિયાન જવાનો મોખરે રહીને નાગરિકોને મદદ કરે છે. 74માં આર્મી ડે નિમિત્તે રાજસ્થાનના જેસલમેર ખાતે ખાદીથી બનેલો વિશાળ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે.

    પીએમ મોદીએ શનિવારે ટ્વીટ કર્યું કે, "આર્મી ડે નિમિત્તે શુભેચ્છાઓ, ખાસ કરીને આપણા બહાદુર સૈનિકોને, સન્માનિત જૂના અનુભવી અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય સેના તેમની બહાદુરી અને વ્યાવસાયિક શૈલી માટે જાણીતી છે. ભારતીય સેનાએ રાષ્ટ્રીય સુરક્ષામાં આપેલા યોગદાનને શબ્દો ન્યાય આપી શકતા નથી."

    તેમણે બીજુ ટ્વીટ કર્યું હતું કે, 'ભારતીય સેનાના જવાનો મુશ્કેલ વિસ્તારોમાં કામ કરે છે અને કુદરતી આપત્તિઓ સહિત માનવતાવાદી કટોકટી દરમિયાન સાથી નાગરિકોને મદદ કરવામાં મોખરે છે. વિદેશમાં શાંતિ રક્ષક કામગીરીમાં સેનાના યોગદાન પર પણ ભારતને ગર્વ છે.'

    આ પણ વાંચો: આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

    રાજધાની દિલ્હીમાં આર્મી ડે નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં સશસ્ત્ર દળોના વડા જનરલ મનોજ મુકુંદ નરવાને, એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી અને એડમિરલ અહરીકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો: ચૂંટણીમાં ટિકિટના નામે 67 લાખ રૂપિયા પડાવવાનો આરોપ, અરશદ રાણા પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, જુઓ Video

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આર્મી ડે પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું હતું કે, "આર્મી ડે પર ભારતીય સેનાના બહાદુર સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. હું હંમેશાં બહાદુર સૈનિકોની અદમ્ય હિંમત, બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને સલામ કરું છું, જેઓ હંમેશાં માતૃભૂમિની સુરક્ષા માટે તૈયાર હોય છે. તમારી નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.'

    આ પણ વાંચો: India-China dispute: આર્મી ચીફ MM નરવણેએ કહ્યું- ‘યુદ્ધ થશે તો જીતશે ભારત’, ભડકેલા ચીને આપી આવી પ્રતિક્રિયા

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમ પણ કહ્યું હતું કે, દેશની સેનાની સેવા માટે આભારી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "સેનાના જવાનો અને ભૂતપૂર્વ સૈનિકોને આર્મી ડેની શુભેચ્છાઓ. ભારતીય સેનાએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આપણા સૈનિકોએ સરહદને સુરક્ષિત કરવા અને શાંતિ જાળવવામાં વ્યાવસાયિક શૈલી, બલિદાન અને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્ર તમારી સેવા માટે આભારી છે. જય હિંદ.".
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amit Shah news, PM Modi પીએમ મોદી, દેશ વિદેશ, ભારતીય સેના Indian Army

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन