Home /News /national-international /જંગલમાં હવે આ જાનવર અને પક્ષીઓ નહીં જોવા મળે, ભારતમાં વિલુપ્ત થવાની અણી પર છે આ 73 પ્રજાતિ

જંગલમાં હવે આ જાનવર અને પક્ષીઓ નહીં જોવા મળે, ભારતમાં વિલુપ્ત થવાની અણી પર છે આ 73 પ્રજાતિ

ભારતમાં આ પ્રજાતિ વિલુપ્ત થઈ જશે

સંસદમાં સરકારે જણાવ્યુ છે કે, 73 પ્રજાતિઓમાંથી 9 મેમલ્સ, 18 બર્ડ્સ, 26 રેપ્ટાઈલ્સ અને 20 એમ્ફીબિયનની પ્રજાતિ વિલુપ્ત થવાની અણી પર છે.

નવી દિલ્હી: પર્યાવરણમાં ઝડપથી થઈ રહેલા પરિવર્તનના કારણે ભારતમાં 73 પ્રજાતિઓ વિલુપ્ત થવાની અણી છે. તેમાંથી મેમલ્સ, બર્ડ્સ, રેપ્ટાઈલ્સ અને એમ્ફીબિયનની પ્રજાતિ છે. સંસદમાં સરકારે વૈશ્વિક સ્તર પર બાયોડાયવર્સિટી પર નજર રાખનારી સંસ્થા ઈંન્ટરનેશનલ યૂનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચરના હવાલેથી આ જાણકારી આપી છે. સરકારે જણાવ્યું છે કે, 2011માં આવી 11 પ્રજાતિ હતી, જે વિલુપ્ત થવાની કગાર પર હતી. આઈયૂસીએન કોઈ પણ પ્રજાતિને સંકટગ્રસ્ત જમાવે છે, જ્યારે માનવામાં આવે છે કે, આ પ્રજાતિ જંગલમાં વિલુપ્ત થવાના ઉચ્ચ જોખમનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો: આટલી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ટી શર્ટ પહેરીને કેમ ફરી શકે? ભાજપની આ વાતનો રાહુલ ગાંધીએ આવો જવાબ આપ્યો

સંસદમાં સરકારે જણાવ્યુ છે કે, 73 પ્રજાતિઓમાંથી 9 મેમલ્સ, 18 બર્ડ્સ, 26 રેપ્ટાઈલ્સ અને 20 એમ્ફીબિયનની પ્રજાતિ વિલુપ્ત થવાની અણી પર છે. સપ્ટેમ્બર 2011માં લોકસભામાં તત્કાલિન સરકારે જણાવ્યું હતું કે, ભારતમાં મેમલ્સ, બર્ડ્સ, રેપ્ટાઈલ્સ, ફિશ અને એમ્ફીબિનયની 47 પ્રજાતિ ગંભીર રીતે વિલુપ્ત થવાની કગાર પર હતી. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રાજ્યસભામાં પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે જણાવ્યું છે કે, સરકાર હવે આ પ્રજાતિઓને ઉચ્ચતમ સ્તરની સુરક્ષા આપવા માટે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ની શિડ્યલ 1 અંતર્ગત સામેલ કરવાનો પ્લાન બનાવી રહી છે, જે વિલુપ્ત થવાની કગાર પર છે.

99 મેમલ્સની પ્રજાતિમાં 8 સ્થાનિક


રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી ચૌબેએ આ જાણકારી કોંગ્રેસ સાંસદ મુકુલ વાસનિકના સવાલના જવાબમાં આપી હતી. વાસનિકે પુછ્યું કે, શું સરકાર પાસે ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે કોઈ યોજના છે. તેના પર ચૌબએ કહ્યું કે, ગંભીર રીતે લુપ્તપ્રાય માનવામાં આવતી મેમલ્સની 9 પ્રજાતિમાં આઠ સ્થાનિક છે. તેનો અર્થ એ છે કે, આ પ્રજાતિ ફક્ત ભારતમાં જ રહે છે, તેમાં કાશ્મીર સ્ટૈગ/હંગુલ, માલાબાર લાર્જ સ્પોટેડ સિવેટ, અંડમાન શ્રૂ, જેનકિન શ્રૂ, નિકોબાર શ્રૂ, નામધાપા ફ્લાઈંગ સ્ક્વિરેલ, લાર્જ રોક રૈટ અને લીફેલેટેડ લીફનોઝ્ડ બેટ સામેલ છે.

આ પણ વાંચો: લટકા-ઝટકાવાળા નિવેદન પર ભાજપે કર્યો વળતો પ્રહાર, 'જો રાહુલ ગાંધી મરદ હોય તો...'

કેટલીય પ્રજાતિ હવે ફક્ત અમુક જગ્યા પર જ દેખાય છે


કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, ગંભીર રીતે વિલુપ્ત થવાની અણી પર તેવા 18 પક્ષીની પ્રજાતિ બીયર્સ પોચર્ડ, ગ્રેટ ઈંડિયન બસ્ટર્ડ, સોશિએબલ લૈપવિંગ, રેડ હેડેડ વલ્ચર, વ્હાઈટ રમ્પ્ડ વલ્ચર, ઈંડિયન વલ્ચર અને સ્લેંડર બિલ વલ્ચર સામેલ છે. આ ઉપરાંત વિલુપ્ત થનારી 26 રેપ્ટાઈલ્સની પ્રજાતિમાં પાંચ ભારત માટે સ્થાનિક છે, જેમાં આઈસલેન્ડ પિટ વાઈપર પણ સામેલ છે, જે કાર નિકોબાર દ્વિપ સમુહમાં એક જ જગ્યા પર મર્યાદિત છે. એમ્ફીબિયનમાં કેટલીય પ્રજાતિ પશ્ચિમી ઘાટ, ઉત્તર પૂર્વ અને અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં નિવાસ સુધી મર્યાદિત છે.
First published:

Tags: Animals, Birds

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો