71માં મિસ યૂનિવર્સ પેજેંટનું આયોજન અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યૂ આર્લેઅંસ શેહરમાં થયું, અહીં મિસ યૂનિવર્સ 2022 બ્યૂટી પેજેંટનું એલાન કરવામાં આવ્યું અને આ ખિતાબ અમેરિકાની આર બોને ગ્રેબ્રિએલ (R'bonney Gabriel)જીત્યું છે. દુનિયાભરની 84 કંટેસ્ટેંટ્સને માત આપીને બોની ગ્રેબ્રિએલે આ તાજ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન પૂર્વ મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂએ તેને તાજ પહેરાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, ટોપ 3 કેન્ટેસ્ટેંટની આ યાદીમાં વેનેઝુએલાની અમાંડા ડુડાંમેલ ન્યૂમેન, યૂએસની આર બોની ગ્રેબ્રિએલ અને ડોમિનિકન રિપબ્લિકની એંડ્રીના માર્ટિનેઝે જગ્યા મળી હતી. તો વળી ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલી દિવિતા રાયને ટોપ 16માં તો પોતાની જગ્યા બનાવી પણ ટોપ 5માં બહાર થઈ ગઈ હતી.
દિવિતા ટોપ 16માં પહોંચી ગઈ, કોસ્ટ્યૂમ રાઉંડમાં દિવિતાએ સોનાની ચકલી બનીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કોણ છે આર બોની ગ્રેબ્રિએલ
મિસ યૂનિવર્સ 2022 માટે પસંદ થયેલી બોની ગ્રેબ્રિએલ અમેરિકાના હ્યૂસ્ટન, ટેક્સાસની રહેવાસી છે અને વ્યવસાયે તે ફેશન ડિઝાઈનર છે. ગ્રેબ્રિએલની મા અમેરિકી છે અને તેના પિતા ફિલીપીન્સ છે.
આ વર્ષે મિસ યૂનિવર્સને એક નવો તાજ પહેરાવામા આવ્યો છે. આ નવા તાજને ફેમસ લક્ઝૂરી જ્વેલર Mouawadએ ડિઝાઈન કર્યો છે. આ તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. આ તેમાં હીરા અને નીલમ જોડાયેલ છે. આ ઉપરાંત આ તાજમાં પગના આકારના નીલમ પણ લાગેલા છે, જેની ચારેતરફ હીરા લગાવેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 સ્ટોન લાગેલા છે. જેને 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ સફેદ ડાયમંડ છે. તાજની સૌથી ઉપર લાગેલા રોયલ બ્લૂ કલરના નીલમ 45.14 કેરેટનો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર