તૂટેલા હાથ અને કમર સાથે ચા વેચીને ગુજરાન ચલાવતા આ અમ્મા-બાબાનો Video થઇ રહ્યો છે વાયરલ

News18 Gujarati
Updated: October 22, 2020, 11:00 AM IST
તૂટેલા હાથ અને કમર સાથે ચા વેચીને ગુજરાન ચલાવતા આ અમ્મા-બાબાનો Video થઇ રહ્યો છે વાયરલ
વૃદ્ધ દંપત્તિ

આવી જ કંઇક સ્ટોરી છે દ્વારકા સેક્ટર 13ની પાસ ચાની દુકાન લગાવનાર અમ્મા-બાબાની. 70 વર્ષના આ વયોવૃદ્ઘ દંપત્તી રસ્તાના કિનારે ચા વેચવા પર મજબૂર છે.

  • Share this:
આજે ભલે દિલ્હીમાં બાબા કા ઢાબા (Baba ka Dhaba) પોપ્યુલર થઇ ગયો હોય પણ તે વાત પણ નકારી ન શકાય કે થોડા દિવસ પહેલા ત્યાં કોઇ જ નહતું જતું. બાબા પોતાનું બનાવેલું ખાવાનું પણ નહતા વેચી શકતા. પણ હવે સોશિયલ મીડિયાની એક પોસ્ટની મદદથી તેમની કિસ્મત બદલાઇ ગઇ. જો કે આ વાત ખાલી એક બાબાના ઢાબાની નછી. પણ દેશભરના તેવા અનેક લોકોના જીવનની જે લોકડાઉન પછી બે ટંકના ખાવા માટે પણ ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યા છે. તે રોજ કમાવવા માટે મહેનત કરે છે પણ તેમની મહેનતનું ફળ તેમને મળતું નથી.

આવી જ કંઇક સ્ટોરી છે દ્વારકા સેક્ટર 13ની પાસ ચાની દુકાન લગાવનાર અમ્મા-બાબાની. 70 વર્ષના આ વયોવૃદ્ઘ દંપત્તી રસ્તાના કિનારે ચા વેચવા પર મજબૂર છે. આ દંપત્તિની સ્ટોરી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @Foodyvishal નામના યુઝરે શેર કરી છે.

વીડિયમાં નજરે પડે છે કે આ વયોવૃદ્ધ લોકો સરખી રીતે ઊભા પણ નથી થઇ શકતા અને પૂરી રીતે બેસી પણ નથી શકતા. તેમણે પોતાની વાર્તા કહેતા કહ્યું કે નશાની ખરાબ આદતના કારણે પુત્રએ બધું બગાડી દીધું. પુત્ર અને જમાઇની મારપીટમાં વુદ્ધની કમર અને હાથ તૂટી ગયા. જે હવે ભાગ્યે જ કદી ઠીક થશે. જુઓ વીડિયો.જો કે જ્યાં પુત્રએ મારપીટ કરીને ઘરથી બહાર નીકાળી દીધા ત્યાં પુત્રીએ ચાની દુકાન લગાવવામાં તેમની મદદ કરી. જેથી કે લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે. આ ઉંમરલાયક દંપત્તિ આગળ કહે છે કે પહેલા તો તેમની ચાની દુકાનથી ગુજરાન થઇ જતું હતું પણ કોવિડ મહામારીના કારણે અહીં ગ્રાહકો પણ નથી આવતા. અને ગ્રાહકો ન આવવાના કારણે તેમનું વેચાણ ખૂબ ઓછું થઇ ગયું છે. જેનાથી નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ થઇ જાય છે.
સોશિયલ મીડિયા પર આ દંપત્તિનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. અને તેમને પણ લોકોની મદદની તાતી જરૂર છે. નોંધનીય છે કે લોકડાઉન પછી આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે.
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading