સ્કોર્પિયો પર આકાશમાંથી પડ્યો 70 કિલોનો પત્થર! ડરી ગયા લોકો, જાણો રહસ્યમય ઘટના

ડ્રાઇવર સુભાષ શર્માએ જણાવ્યું કે તેને 25થી 30 ફૂટની ઉંચાઇથી પત્થર નીચે પડતો દેખાયો હતો

OMG news- પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

 • Share this:
  કરનાલ : હરિયાણાના (haryana)કરનાલ (Karnal)જિલ્લામાં એક આશ્ચર્યચકિત (OMG news)થઇ જવાય તેવી ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે-44 પર જઈ રહેલી એક સ્કોર્પિયો (Scorpio)ગાડી પર આકાશમાંથી 70 કિલોનો પત્થર પડવાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. ડ્રાઇવરનો દાવો છે કે તેણે 25થી 30 ફૂટની ઉંચાઇ પરથી પત્થર પોતાની તરફ આવતો જોઈને તેણે તરત બ્રેક મારી હતી. જેના કારણે પત્થર ગાડી પર પડવાના બદલે બોનેટના આગળના ભાગે ટકરાયો હતો અને ગાડી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ હતી. ગાડીમાં ડ્રાઇવર સિવાય ચાર મહિલા પણ હતી. જોકે યોગ્ય સમયે બ્રેક મારતા કોઇને ઇજા થઇ નથી.

  ડ્રાઇવર સુભાષ શર્માએ જણાવ્યું કે તેને 25થી 30 ફૂટની ઉંચાઇથી પત્થર નીચે પડતો દેખાયો હતો. જેને જોતા જ અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેથી પત્થર ગાડીના આગળના ભાગે ટકરાયો હતો અને ગાડી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ હતી. ગાડી ડ્રાઇવર કોહડ ગામનો રહેવાસી છે અને ગામનો પૂર્વ સરપંચ રહી ચૂક્યો છે. પૂર્વ સરપંચ પોતાના પરિવારની મહિલા સભ્યો સાથે પાનીપતમાં આયોજીત એક લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.

  ઘરોડા ઓવરબ્રિજ પર ઘરોડા બસ સ્ટેન્ડ સામે પહોંચ્યો તો આકાશમાંથી પત્થર પડતો જોવા મળ્યો હતો અને તે દુર્ઘટનાનો શિકાર થયો હતો. પોલીસ આ ઘટનાને સંયોગ ગણાવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાને લઇને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પત્થર આસપાસથી જ ગાડીની સામે આવ્યો છે અથવા કોઇ ગાડીમાં પડી ગયો હશે.

  આ પણ વાંચો - ગાયનું છાણ ખાતા ડોક્ટરનો Video Viral, કહ્યું- ગર્ભવતી મહિલા ખાય તો થશે નોર્મલ ડિલીવરી

  બીજી પહેલી એ પણ છે કે પત્થર કોંક્રીટ કે કોઇ ઉલ્કાપિંડ જેવી વસ્તુ હોય તે અલગ જ હોય છે. ડ્રાઇવરનો દાવો છે કે તેણે પત્થરને આકાશમાંથી પડતો જોયો છે પણ આ દાવામાં કેટલી હકીકત છે તે હાલ કશું કહેવું મુશ્કેલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  4 કાન વાળી અનોખી બિલાડીને જોઈને લોકો થયા સ્તબ્ધ!

  રશિયામાં જન્મેલી બિલાડીના ખૂબ ચર્ચા છે. આ અનોખી બિલાડીમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 કાન છે. આ પ્રાણીના કાન તેને અલગ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 4 મહિનાની બિલાડીને મિડાસ કહેવામાં આવે છે અને તેનું પોતાનું ઇન્સ્ટાગ્રામ(instagram) પેજ છે અને જેને 46,000થી વધુ લોકો ફોલો કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે બિલાડીના કાન જ આશ્ચર્યજનક છે એટલું નહીં, પરંતુ તેની છાતી પર પર એક હૃદય આકારનું સફેદ જન્મચિહ્ન પણ છે.
  Published by:Ashish Goyal
  First published: