બેંગલુરુ : યૂ-ટ્યૂબ (YouTube) પર જાણીતા થવા માટે લોકો તમામ પ્રકારની તરકીબો અપનાવતા હોય છે. ક્યારેક ખતરનાક સ્ટન્ટ કરે છે, તો ક્યારેક ભૂત બનીને લોકોને ડરાવે છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. પોલીસે ભૂત બનીને લોકો સાથે પ્રેન્ક કરનારાં 7 યૂટ્યૂબરની ધરપકડ કરી છે. આ લોકો ભૂતની જેમ ડરાવનારા કપડા પહેરી અને મૅકઅપ કરીને રાતના અંધારામાં રાહદારીઓને ડરાવતાં હતાં.
ઘટનાના એક વીડિયોમાં યુવક સફેદ કપડા અને લાંબાવાળની વિગ પહેરીને રાતના સમયે ઑટો, બાઇકચાલકનોને ડરાવતો જોવા મળી રહ્યો છે. લોકોની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફુટેજ (CCTV Footage)ના આધારે તેમની ધરપકડ કરી.
Video Grab
ધરપકડ કરાયેલા સાત યૂટ્યૂબરની ઓળખ શાન મલિક, નિવાદ, સૈમ્યૂઅલ મોહમ્મદ, મોહમ્મદ અખ્યૂબ, શાકિબ, સૈયદ નાબીલ, યુસૂફ અહમદ તરીકે થઈ છે. આ સાતેય કૂકી પીડિયા (Kooky Pedia) નામથી યૂ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. તેમાં ભૂતવાળા પ્રેન્ક વીડિયો શૅર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કૂકી પીડિયાના વીડિયો ઘણા પસંદ કરવામાં આવે છે.
Karnataka: 7 YouTubers arrested for dressing as ghosts& scaring unsuspecting commuters in Bengaluru. S Kumar, DCP North says,"The youths were forcefully stopping & scaring the passersby, they were arrested under bailable sections & given bail in the police station itself" (11.11) pic.twitter.com/2TcEv2TCP6
આ વીડિયો યશવંતપુર રોડ પર શરીફનગરમાં શૂટ કરવામાં આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 20-22 વર્ષનો યુવક સફેદ કપડા અને કાળી વિગ પહેરીને ભૂતના મૅકઅપમાં અચાનક રસ્તા પર આવી જાય છે. તે આવતાં-જતાં લોકોને હેરાન કરે છે, તો ક્યારેક કારની સામે આવીને ડરાવવાનો પ્રયાસ કરે છે.
અહીં જુઓ વીડિયો...
બેંગલુરુ નૉર્થ ડીસીપી એસ. કુમારના જણાવ્યા મુજબ, યુવક બળજબરીથી રાહદારીઓને રોકી રહ્યો હતો અને તેમને ડરાવતો હતો. તેમની જામીનની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં જ જામીન આપવામાં આવ્યા.