Home /News /national-international /ઉના જિલ્લામાં મોટો અકસ્માત, મોહાલીથી આવેલા 11માંથી 7 યુવકો ગોવિંદ સાગરમાં ડૂબી ગયા

ઉના જિલ્લામાં મોટો અકસ્માત, મોહાલીથી આવેલા 11માંથી 7 યુવકો ગોવિંદ સાગરમાં ડૂબી ગયા

અકસ્માતમાં 11 યુવકોમાંથી 7 ડૂબી ગયા, જ્યારે ચાર પાણીમાંથી બહાર આવ્યા.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ પણ યુવકોને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ક્યાંય મળી શક્યા ન હતા. ત્યાં જ હવે પોલીસ અને તરવૈયાઓની ટીમ પાણીમાં યુવકોને શોધી રહી છે.

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સ્થિત ગરીબનાથ મંદિર પાસે સ્થિત ગોવિંદ સાગરમાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં 7 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મોહાલીથી 11 યુવકો અહીં ફરવા આવ્યા હતા. આ દરમિયાન તમામ યુવકો ગોવિંદ સાગર તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. તેમાંથી 4 યુવકો પાણીમાંથી બહાર આવ્યા હતા પરંતુ 7 યુવકો ડૂબી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકા બાબા ગરીબદાસ મંદિર પાસે ગોવિંદ સાગર તળાવમાં લગભગ 3.50 વાગ્યે 7 લોકોના ડૂબવાના અહેવાલ છે. આ 11 લોકો ગામ બનુર જિલ્લા મહોલી પંજાબથી બાબા બાલકનાથ મંદિર જઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન તેઓએ બાબાએ ગરીબદાસ મંદિર પાસેના ગોવિંદ સાગર તળાવમાં સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 7 લોકો પાણી ઉંડા થવાના કારણે ડૂબી ગયા હતા. પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- વેરાવળમાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારને ઘેરતા કહ્યું- લોકો મર્યા પણ તેમનામાં માણસાઈ નથી

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ પણ યુવકોને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ક્યાંય મળી શક્યા ન હતા. ત્યાં જ હવે પોલીસ અને તરવૈયાઓની ટીમ પાણીમાં યુવકોને શોધી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ન્હાતી વખતે યુવકો તળાવમાં આગળ ચાલ્યા ગયા હતા. જ્યાં પાણી ઊંડું હતું અને એક પછી એક 7 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારબાદ બધા ડૂબી ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અન્ય ચાર યુવકો પાસેથી ડૂબી ગયેલા યુવકોની માહિતી મેળવી હતી. યુવકના પરિવારજનોને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી છે.
First published:

Tags: Big Accident, Gujarati news, Himachal News, Mohali