Home /News /national-international /

PM મોદીએ શરૂ કરેલી સામાજિક સુરક્ષા યોજનાને થયા 7 વર્ષ, જાણો શું છે હાલની સ્થિતિ?

PM મોદીએ શરૂ કરેલી સામાજિક સુરક્ષા યોજનાને થયા 7 વર્ષ, જાણો શું છે હાલની સ્થિતિ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 9 મે 2015ના રોજ ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ (social security schemes) શરૂ કરી હતી. આ યોજનાઓ છે- પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 9 મે 2015ના રોજ ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ (social security schemes) શરૂ કરી હતી. આ યોજનાઓ છે- પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના.

વધુ જુઓ ...
    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) જેવી સામાજિક સુરક્ષા યોજનાઓ (social security schemes) 7 વર્ષની થઈ ગઈ છે. PMJJBY, અને PMSBY ઓછી કિંમતની વીમા યોજનાઓ છે. જ્યારે API એ વૃદ્ધાવસ્થામાં જરૂરિયાતોને આવરી લેવાની યોજના છે જેના હેઠળ તમને માસિક પેન્શન આપવામાં આવશે

    આ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ શરૂ કરી હતી. ચાલો જોઈએ કે આ યોજનાઓએ અત્યાર સુધી શું પ્રાપ્ત કર્યું છે.

    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના - PMJJBY


    PMJJBY એ એક વર્ષની જીવન વીમા યોજના છે જેનું વર્ષ દર વર્ષે નવીકરણ કરવામાં આવે છે અને કોઈપણ કારણસર મૃત્યુ થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. 18-50 વર્ષની વય જૂથની વ્યક્તિઓ કે જેમની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા પાત્ર છે.

    આ પણ વાંચો: J P Rajasthan Visit : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ગહલોત સરકારને ટોણો - 'જ્યારે રોમ સળગી રહ્યું હતું ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યો હતો'

    આ એક પ્રીમિયમ આધારિત પ્લાન છે અને 50 વર્ષની ઉંમર પહેલા તેમાં જોડાતા લોકો 55 વર્ષની ઉંમર સુધી આ કવરનો લાભ લઈ શકે છે.નાણા મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "27 એપ્રિલ, 2022 સુધી યોજના હેઠળ નોંધણી 12.76 કરોડને વટાવી ગઈ છે અને 5,76,121 દાવાઓ માટે 11,522 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે." આ યોજના હેઠળ, મૃત્યુ પછી પ્રતિ વર્ષ 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.

    પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના - PMSBY


    PMSBY એ એક વર્ષની અકસ્માત વીમા યોજના છે જેનું વર્ષ દર વર્ષે નવીકરણ કરવામાં આવે છે અને અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા માટે કવરેજ ઓફર કરે છે. 18-70 વર્ષની વય જૂથની વ્યક્તિઓ જેમનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા પાત્ર છે.

    અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા માટે 2 લાખ (આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. 1 લાખ) આપવામાં આવે છે.27 એપ્રિલ, 2022 સુધીમાં, યોજના હેઠળ નોંધણી 28.37 કરોડને વટાવી ગઈ છે અને 97,227 દાવાઓ માટે 1,930 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે," મંત્રાલયે જણાવ્યું હતું.


    અટલ પેન્શન યોજના - APY


    અટલ પેન્શન યોજના (APY) એ તમામ ભારતીયો, ખાસ કરીને ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. અસંગઠિત ક્ષેત્રના લોકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકારની આ પહેલ છે.

    APY નું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમના વહીવટી અને સંસ્થાકીય માળખા હેઠળ કરવામાં આવે છે.APY 18 થી 40 વર્ષની વય જૂથના તમામ બેંક ખાતા ધારકો માટે ખુલ્લું છે. જો કે, પસંદ કરેલ પેન્શનની રકમના આધારે યોગદાન બદલાય છે.

    આ પણ વાંચો: Sri Lanka crisis: 'પહેલો સગો પાડોશી' નીતિનો ઉલ્લેખ કરીને શ્રીલંકાને ભારતે લંબાવ્યો મદદનો હાથ

    યોજનામાં જોડાયા પછી, લાભાર્થી દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે, તેને 60 વર્ષની ઉંમરે લઘુત્તમ માસિક પેન્શન રૂ. 1,000, રૂ. 2,000, રૂ. 3,000, રૂ. 4,000, રૂ. 5,000 મળશે. "27 એપ્રિલ, 2022 સુધી, ચાર કરોડથી વધુ લોકોએ આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કર્યું છે," મંત્રાલયે જણાવ્યું હતું.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર