7 વર્ષની માસૂમનો ગરીબી સામે સંઘર્ષ, કેરી વેચીને ખરીદવા માંગે છે મોબાઇલ જેથી અભ્યાસ ન અટકે

ગરીબી સામે લડીને તુલસી કોઈ પણ સ્થિતિમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માંગે છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન ન હોવાના કારણે તુલસીનો અભ્યાસ અટકી ગયો, માતાની વાત ન માની અને કેરી વેચવાનું શરૂ કર્યું

  • Share this:
    અભિનવ કુમાર, જમશેદપુર. કોરોના કાળમાં અનેક લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમ છતાંય આ કપરા કાળમાં અનેક લોકો એવા છે જેમણે હિંમત નથી હારી. જમશેદપુરની તુલસી કુમારી પણ આ પૈકી જ એક છે. 7 વર્ષીય તુલસી કિનન સ્ટેડિયમની સામે કેરી વેચે છે. રવિવારે પૂર્ણ લૉકડાઉન હોવા છતાંય તુલસી ગ્રાહકોની રાહ જોઈ રહી છે. મૂળે, તે કેરી વેચીને નવો મોબાઇલ ખરીદવા માંગે છે, જેથી ઓનલાઇન અભ્યાસ કરી શકે. કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. ઘરમાં એન્ડ્રોઇડ મોબાઇલ નથી, તેથી તુલસી ઓનલાઇન અભ્યાસ નથી કરી શકતી. ગય વર્ષથી તેનો અભ્યાસ ઠપ થઈ ગયો છે.

    તુલસીએ જણાવ્યું કે, કોરોનાના કારણે તેના પિતાનું કામ બંધ થઈ ગયું.સ તેના ઘરમાં આર્થિક સંકડામણ વધી ગઈ. તેના કારણે તે કેરી વેચવા માટે મજબૂર થઈ છે. કેરી વેચીને તે એન્ડ્રોઇડ ફોન ખરીદવા માંગે છે, જેથી અભ્યાસ બંધ ન થાય.

    તુલસીને અભ્યાસ પ્રત્યે ખૂબ ધગશ છે. તેની માતા પદ્મની દેવીએ અનેકવાર ના પાડી હોવા છતાંય તુલસીએ મોબાઇલ માટે પૈસાની સગવડ કરવાના હેતુ સાથે કેરી વેચવાનું નક્કી કર્યું. તુલસી કેરી વેચીને થતી કમાણીથી ઘરમાં મદદ પણ કરી રહી છે.

    આ પણ વાંચો, Father’s Day 2021: 11 વર્ષથી વેન્ટીલેટર અને ઓક્સિજનના સહારે પિતા, સંતાનોએ આવા અંદાજમાં ઉજવ્યો ‘ફાધર્સ ડે’

    તુલસીની માતા પદ્મની દેવીનું કહેવું છે કે, મેં ઘણી વાર તેને ના પાડી પણ તે કેરી વેચી રહી છે. તેને આગળ ભણવાનું મન છે. પરંતુ અમે લોકો ગરીબ હોવાના કારણે તેની કોઈ મદદ કરી નથી શકતા.

    આ પણ જુઓ, Funny Video: વરે કન્યાના ખભા પર હાથ મૂક્યો તો પંડિતજીએ કહ્યું કંઈક એવું, જોઈને હસવાનું રોકી નહીં શકો

    તુલસી કુમારી જમશેદપુરના બગુનાથુની રહેવાસી છે. માતાનું કહેવું છે કે જો કંઈક સરકારી મદદ તુલસીને મળી જાય તો તેને કેરી કે ફળો વેચવા માટે ન બેસવું પડે, અને તે અભ્યાસ કરી શકે.
    Published by:Mrunal Bhojak
    First published: