Home /News /national-international /

વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!

વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!

સબરીમાલા મંદિર

સબરીમાલા મંદિર: આ મંદિર થોડા સમય પહેલા ખૂબ સમાચારોમાં હતું. સામાજિક કાર્યકર્તા સ્વાતિ માલીવાલે તેના જૂથ સાથે અહીં જવાની વાત કરી ત્યારે વિવાદ થયો હતો. 10 થી 50 વર્ષની વયની મહિલાઓને સબરીમાલામાં પ્રવેશવાની મનાઈ છે કારણ કે અહીં માસિક ધર્મમાં રહેતી કોઈ મહિલા આવી શકતી નથી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. Places Where Women Are Banned: ઘણી જગ્યાએ મહિલાઓની પૂજા કરવામાં આવે છે અને સન્માન સાથે બોલાવવામાં આવે છે. ઘણી જગ્યાએ મહિલાઓ કોઈ ડર વિના આઝાદીથી ફરે છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં સ્ત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આજે આપણે આવી જ કેટલીક જગ્યાઓ વિશે કરવાના છીએ. આ સ્થળો પ્રખ્યાત પર્યટન સ્થળો (Tourist places) છે, પરંતુ તેમ છતાં મહિલાઓએ અહીં જવાની મનાઈ છે.

  માઉન્ટ એથોસ, ગ્રીસ (Mount Athos, Greece)


  માઉન્ટ એથોસ કદાચ દુનિયાની સૌથી વિચિત્ર જગ્યા છે જ્યાં મહિલાઓ કોઈ પણ રૂપમાં આવી શકતી નથી. એટલે કે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ પ્રાણીઓ પણ જો માદા હોય તો તેને આવવાની મનાઈ છે. અહીં અનેક સાધુ રહે છે અને તેમના મતે મહિલાઓના આગમનથી તેમની જ્ઞાન યાત્રાનો માર્ગ અવરોધાય છે.

  બર્નિંગ ટ્રી ક્લબ અમેરિકા (Burning Tree Club America)


  બર્નિંગ ટ્રી ક્લબ કોઈ ધર્મ કે ક્રાંતિ માટે નહી, પરંતુ માત્ર શોખ માટે બનાવવામાં આવ્યુ છે અને અહીં મહિલાઓના પ્રવેશ પર એમ જ પ્રતિબંધ છે. વાસ્તવમાં, વિશ્વની ફેમસ હસ્તીઓ અહીં ગોલ્ફ રમે છે, બધા પુરુષો જ હોય છે અને કેટલીકવાર ખાસ પ્રસંગોએ મહિલાઓને એન્ટ્રી આપવામાં આવે છે, પરંતુ તે સિવાય મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

  સબરીમાલા મંદિર (Sabarimala temple)


  આ મંદિર થોડા સમય પહેલા ખૂબ સમાચારોમાં હતું. સામાજિક કાર્યકર્તા સ્વાતિ માલીવાલે તેના જૂથ સાથે અહીં જવાની વાત કરી ત્યારે વિવાદ થયો હતો. 10 થી 50 વર્ષની વયની મહિલાઓને સબરીમાલામાં પ્રવેશવાની મનાઈ છે કારણ કે અહીં માસિક ધર્મમાં રહેતી કોઈ મહિલા આવી શકતી નથી. કોર્ટે આ અંગે ચુકાદો પણ આપ્યો હતો. એટલો બધો હંગામો થયો હતો કે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

  માઉન્ટ ઓમિન, જાપાન (Mount Omine, Japan)


  જાપાનનું માઉન્ટ ઓમિન સાધુઓનું સ્થાન છે. જેથીઆ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે અને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં કોઈ પણ પ્રકારના પ્રલોભનો કે આસક્તિને સ્થાન નથી. આ પ્રતિબંધ હટાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તે હટાવવામાં આવ્યો ન હતો. અહીં રહેતા સ્થાનિક લોકો આ પ્રતિબંધના પક્ષમાં છે.

  આ પણ વાંચો: અહીં સૂતેલી મુદ્રામાં જોવા મળે છે શિવલિંગ; આવી છે તડકેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત

  રાણકપુર જૈન મંદિર (Jain Temple, Ranakpur)


  રાણકપુરના જૈન મંદિરોમાં મહિલાઓને પરિસરમાં પ્રવેશ હોય છે, પરંતુ તેમને અંદરના ભાગમાં જવાની મનાઈ છે અને સાથે જ મહિલાઓનો પ્રવેશ પણ એક ખાસ ડ્રેસ કોડ સાથે થાય છે. આ ઉપરાંત જે સ્ત્રીને પીરિયડ્સ હોય તેનો પ્રવેશની બિલકુલ મનાઈ છે.

  પટબૌસી સત્ર (Patbausi Satra, Assam)


  આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે કારણ કે લોકો અહીં પવિત્રતા જાળવી રાખવા માંગે છે. આ મંદિર મહિલાઓના માસિક ધર્મને અશુદ્ધિનું કારણ માને છે. જોકે, 2010માં આસામના તત્કાલીન રાજ્યપાલ જે બી પટનાયક 20 મહિલાઓને પોતાની સાથે લઈ ગયા હતા, ત્યારે આ નિયમને થોડા દિવસો માટે રદ્દ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તે પછી આ નિયમ ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

  ઈરાનના સ્પોર્ટ્સ સ્ટેડિયમ (Iranian sports stadiums)


  1979ની ક્રાંતિ પછી ઈરાનમાં મહિલાઓને કોઈપણ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. આજે પણ સ્ટેડિયમમાં મહિલાઓના આવવા પરનો પ્રતિબંધ ચાલુ જ છે. મહિલાઓ પુરુષોને શોર્ટ્સમાં રમતા જુએ તે યોગ્ય ન હોવાનું ત્યાંની સરકાર માનતી હતી. જેથી સ્ટેડિયમમાંમહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. આસાથે જ તેનું કારણ એ પણ આપવામાં આવ્યું છે કે પુરૂષો રમતગમતમાં ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે અને આવી સ્થિતિમાં મહિલાઓ માટે તે જોવું યોગ્ય નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Temple, ભારત, મહિલા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन