મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં હૃદયરોગના હુમલામાં એકનું મોત

ફાઇલ તસવીર

કેરળમાં લોકસભાની ચૂંટણી દરમિયાન અલગ અલગ બનાવમાં કુલ સાત લોકોનાં મોત થયા છે.

  • Share this:
    લોકસભાના ત્રીજા તબક્કા માટે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કેરળના અલગ અલગ બૂથ પર સાત લોકોનાં મોત થયા છે. સાતમાંથી એક વ્યક્તિનું મોત મતદાર યાદીમાં નામ ન હોવાથી હૃદયરોગનો હુમલો આવવાથી થયું છે. વ્યક્તિ જ્યારે મતદાન આપવા પહોંચ્યો ત્યારે તેનું નામ યાદીમાં ન હોવાથી તેને હુમલો આવી ગયો હતો.

    બીજા એક વ્યક્તિ મરાર વેણુગોપાલ જ્યારે મતદાન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું. 65 વર્ષના વિજયનું કન્નૂર જિલ્લાના ચોકલી રામવિલાસમ પોલિંગ બૂથ બહાર, 66 વર્ષના ચોકો મથાઈનું પતનમથિટ્ટા જિલ્લાના પેજુમપરામાં અને થ્રેસ્ય કુટ્ટીનું અર્ણાકુલમમાં મોત થયું હતું.

    આ ઉપરાંત મૃતકોમાં કોલ્લમ કિલિકોલ્લૂર સ્કૂલ પોલિંગ બૂથ પર વોટિંગ કરવા માટે આવેલા મણિ, તાલિપરંબાના નિવાસી વેણુગોપાલ મરાર, વાયનાડની આદિવાસી કોલોનીના બાલન અને માવેલિક્કરાના પ્રભાકરનનો સમાવેશ થાય છે.

    મણિનું મોત ત્યારે થઈ ગયું જ્યારે તેને માલુમ પડ્યું કે વોટર લિસ્ટમાં તેનું નામ નથી. આ ઉપરાંત અલપ્પુઝામાં એક પોલિંગ બૂથ પર પોલિંગ ઓફિસરને હુમલો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2019 માટે મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં કુલ 117 બેઠક માટે મતદાન યોજાયું છે. જેમાં કેરળની તમામ 20 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતની તમામ 26 બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: