કુવૈતમાં અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટને મળી મંજૂરી, 7 લાખ ભારતીયોને છોડવો પડી શકે છે દેશ

કુવૈતમાં અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટને મળી મંજૂરી, 7 લાખ ભારતીયોને છોડવો પડી શકે છે દેશ
કુવૈતમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા લગભગ 15 લાખ છે. (Photo: REUTERS/Stephanie McGehee)

કુવૈતના વડાપ્રધાન શેખ સબા અલ ખાલિદ અલ સબાહે અપ્રવાસીઓની વસ્તી 70થી ઘટાડીને 30 ટકા સુધી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો

 • Share this:
  નવી દિલ્હીઃ કુવૈતની નેશનલ અસેમ્બલી (Kuwait's National Assembly)ની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્દા (draft expat quota bill)ને મંજૂરી આપી દીધી છે. આ બિલના કારણે લગભગ 7 લાખ ભારતીયોને કુવૈત છોડવું પડી શકે છે. ગલ્ફ ન્યૂઝે સ્થાનિક મીડિયા રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે નેશનલ એસેમ્બલીએ નિર્ધારિત કર્યું છે કે અપ્રવાસી કોટા બિલના ડ્રાફ્ટ બંધારણીય છે.

  આ બિલ મુજબ, કુવૈતમાં ભારતીયનો વસ્તી 15 ટકાથી વધુ ન હોવી જોઈએ. બિલને સંબંધિત સમિતિમાં સ્થાનાંતરિત કરવાની વાત કહેવામાં આવી છે, જેથી તેમના માટે એક વ્યાપક યોજના બનાવી શકાય.  મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ બિલના કારણે લગભગ 7,00,000 ભારતીયોને કુવૈત છોડવું પડી શકે છે. નોંધનીય છે કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો પ્રવાસી સમુદાય છે, જેની કુલ સંખ્યા લગભગ 15 લાખ છે.

  આ પણ વાંચો, કાનપુર એન્કાઉન્ટરઃ ગેંગસ્ટર વિકાસ દુબે ચંબલની ખીણોમાં છુપાયો હોવાની શક્યતા, જાણો કેમ પકડવો મુશ્કેલ

  કોરોનાના વધતા સંક્રમણની સાથે જ કુવૈતમાં પ્રવાસીઓની વિરદ્ધ નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક શાસન અને સરકારી અધિકારીઓએ કુવૈતમાંથી વિદેશીઓની સંખ્યા ઓછી કરવાની વાત કહી. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ, કુવૈતમાં કોરોના વાયરસના 49,000થી વધુ કેસ સામે આવ્યા છે.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને કુવૈતના વડાપ્રધાન શેખ સબા અલ ખાલિદ અલ સબાહ (Sheikh Sabah Al Khalid Al Sabah)એ અપ્રવાસીઓની વસ્તી 70થી ઘટાડીને 30 ટકા સુધી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

   

  આ પણ વાંચો, આર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગાર

  ભારત તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય દૂતાવાસ આ તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.
  First published:July 06, 2020, 10:34 am