Home /News /national-international /6 રાજ્યની 59 સીટો પર લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે

6 રાજ્યની 59 સીટો પર લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે

છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં સપા અધ્યક્ષ અખિલેશથી લઈને મંત્રી મેનકા ગાંધીનું ભાવી સીલ થશે.

કાલે દેશના 6 રાજ્ય અને એક સંઘ પ્રદેશની 59 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 10 કરોડ 16 લાખથી વધુ મતદારો 979 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

  ન્યૂઝ 18 ગુજરાતી : આવતીકાલે લોકસભાની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં દેશના 6 રાજ્ય અને 1 કેન્દ્ર શાશિત પ્રદેશની 59 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં 10 કરોડ 16 લાખથી વધુ મતદારો 979 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીને શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા 1 લાખ 13 હજારથી વધારે મતદાર કેન્દ્રો તૈયાર કર્યા છે. છઠ્ઠા તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની 8 અને ઉત્તર પ્રદેશ 14 અને પશ્ચિમ બંગાળની 8 અને રાજધાની દિલ્હીની 7 બેઠકો પર મતદાન થશે.

  આ તબક્કામાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, સાધવી પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજય સિંઘ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વગેરે મેદાને છે.

  આ પણ વાંચો : પાકિસ્તાનના ગ્વાદરમાં 5 સ્ટાર હોટલમાં આતંકી હુમલો, એકનું મોત

  આ તબક્કામાં અન્ય સ્ટાર ઉમેદવારોમાં દિલ્હીમાં સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીર, પૂર્વ મુખ્ય મંત્રી શીલા દિક્ષીત, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને અભિનેતા મનોજ તિવારી, મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા. સુલતાનપુરથી મેનકા ગાંધી પીલીભીતથી વરૂણ ગાંધી સહિતના મોટા ગજાના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. તો ઝારખંડની ધનબાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના પૂર્વ સાંસદ કિર્તી આઝાદ ચૂંટણી લડી રહ્યાં છે. ઉત્તર પ્રદેશની અલાહબાદ બેઠક પરથી રીતા બહુગુણા જોષી મેદાને છે.

  આ પણ વાંચો :અલવર ગેંગરેપ ઘટનામાં એવોર્ડ વાપસી ગેંગ કેમ ચુપ છેઃ PM મોદી

  હવે આવતીકાલે મતદાન સમાપ્ત થયા બાદ સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન બાકી રહેશે. આ મતદાન 19મી મેના રોજ થશે જ્યારે 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Election commision of india, Loksabha elections 2019, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन