Home /News /national-international /

ચીનની વેક્સીન પર તાઇવાનના લોકોને વિશ્વાસ નહીં, 67% લોકોએ કોરોના રસી લેવાનો કર્યો ઇન્કાર

ચીનની વેક્સીન પર તાઇવાનના લોકોને વિશ્વાસ નહીં, 67% લોકોએ કોરોના રસી લેવાનો કર્યો ઇન્કાર

પ્રતીકાત્મક તસવીર

રિપોર્ટ પ્રમાણે 67 ટકા લોકોને મંજૂરી ન આપી, જેમાંથી 27.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ વધારે જ અસંતુષ્ટ છે.

    નવી દિલ્હી: ચીન (China)માં બનેલી કોરોના વાયરસ (Corona vaccine)ની વેક્સીનને લઈને હજુ પણ દુનિયાને ભરોસો નથી. હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે, તાઇવાનમાં 67 ટકા લોકો ચીનમાં તૈયાર થયેલા રસી લેવાનો ઇન્કાર કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે ફક્ત 24.3 ટકા એવા લોકો છે, જેમણે ચીનમાં તૈયાર થયેલી વેક્સીન લગાવી છે.

    Taiwan Times પ્રમાણે, તાઇપેના હાવર્ડ પ્લાઝા હોટલ (Howard Plaza Hotel in Taipei)માં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ફોકસ સર્વે રિસર્ચ તરફથી આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે 67 લોકોએ રસીનો ઇન્કાર કર્યો તેમાંથી 27.1 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ મોટાભાગે અસંતુષ્ટ છે, જ્યારે 39.9 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ ખૂબ અસંતુષ્ટ છે.

    આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

    તમાંગ યુનિવર્સિટી (Tamkang University)ના એક એસોસિએટ પ્રોફેસર વાંગ કુ-યી (Wang Kun-Yi)એ જણાવ્યું કે, આવું એ માટે થઈ શકે છે કે, કારણ કે ચીને પોતાની વેક્સીન અંગે વૈજ્ઞાનિક માહિતી કે ડેટા જાહેર કર્યો નથી. તેમણે કહ્યુ કે, જો તાઇવાન ચીન પાસેથી કોરોના વેક્સીન આયાત કરે છે તો આ માટે ફક્ત 18.9 ટકા લોકોની જ સ્વીકૃતિ છે.

    આ પણ વાંચો: Laxmi Organic IPO: જાણો શેરનું અલૉટમેન્ટ સ્ટેટસ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

    તાઇવાન ઇન્ટરનેશનલ સ્ટ્રેટજિક સ્ટડી સોસાયટી (Taiwan International Strategic Study Society) અને તાઇવાન ઇન્ટરનેશનલ સ્ટડીઝ એસોસિએશન (Taiwan International Studies Association) તરફથી જાહેર કરવામાં આવેલા સર્વેમાં લોકોને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સરકાર હેઠળ તાઇવાન-ચીન અને તાઇવાન-અમેરિકા સંબંધો વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

    ચીની વેક્સીન લીધા પછી ઇમરાન ખાન સંક્રમિત

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ કોરોના સંક્રમિત થયા છે. સંક્રિમત થયાના બે દિવસ પહેલા જ ઇમરાન ખાને કોરોનાથી બચવા માટે ચીનમાં બનાવેલી વેક્સીનનો ડોઝ લીધો હતો. 18 માર્ચે કોરોના વેક્સીન ડોઝ લીધા પછી ઇમરાન ખાને પાકિસ્તાનની જનતાને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, COVID-19, Taiwan, ચીન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन