Home /News /national-international /પતિના સગા-સંબંધીઓને મળવા પાકિસ્તાન ગઈ હતી મહિલા, આ કારણે થઈ હતી 18 વર્ષની કેદ

પતિના સગા-સંબંધીઓને મળવા પાકિસ્તાન ગઈ હતી મહિલા, આ કારણે થઈ હતી 18 વર્ષની કેદ

ઔરંગાબાદમાં પોલીસ અને સગા-સંબંધીઓએ હસીના બેગમનું સ્વાગત કર્યું. (Photo: ANI)

પાકિસ્તાનની લાહોર જેલમાં 18 વર્ષ કેદ રહ્યા બાદ હસીના બેગમ ભારત પરત ફરતાં થયું ભવ્ય સ્વાગત

ઔરંગાબાદ. 18 વર્ષ પહેલા પોતાના પતિના સગા-વહાલાઓને મળવા માટે પાકિસ્તાન (Pakistan) ગયેલી 65 વર્ષીય હસીના બેગમ (Haseena Begum) હવે ભારત (India) પરત ફરી છે. પાકિસ્તાનમાં પાસપોર્ટ (Passport) ગુમ થયા બાદ હસીના બેગમ 18 વર્ષ સુધી લાહોરની જેલ (Lahore Jail)માં કેદ હતી. ઔરંગાબાદ પોલીસ (Aurangabad Police)આ મામલા પર રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારબાદ તેઓ મંગળવારે ભારત પરત ફરી. અહીં પરત ફરતાં હસીના બેગમના સગા-વહાલા અને ઔરંગાબાદ પોલીસ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

ભારત પરત ફર્યા બાદ હસીના બેગમે જણાવ્યું કે, હું ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ અને આપણા દેશ પરત ફર્યા બાદ મને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મને લાગી રહ્યું છે જાણે કે હું સ્વર્ગમાં છું. મને પાકિસ્તાનમાં બળજબરીથી કેદ કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે, હું રિપોર્ટ નોંધાવવા માટે ઔરંગાબાદ પોલીસનો આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચો, Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

પાકિસ્તાનની કોર્ટે માંગી જાણકારી

બેગમના એક સગા ખ્વાજા જૈનુદ્દીન ચિશ્તીએ ઔરંગાબાદ પોલીસને પણ તેમને ભારત પરત લાવવામાં મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ, ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાશિદપુરની રહેવાસી હસીના બેગમના લગ્ન ઉત્તર પ્રદેશ સ્થિત સહારનપુર નિવાસી દિલશાહ અહમદ સાથે થયા હતા.

આ પણ વાંચો, SBI vs Post Office RD: રિકરિંગ ડિપોઝિટ પર ક્યાં મળી રહ્યો છે વધુ ફાયદો? જાણો તમામ વિગત
" isDesktop="true" id="1067290" >

હસીના બેગમે પાકિસ્તાનમાં કોર્ટને આગ્રહ કર્યો કે તેઓ નિર્દોષ છે. ત્યારબાદ કોર્ટે મામલાની જાણકારી માંગી. ઔરંગાબાદ પોલીસે પાકિસ્તાને જાણકારી મોકલી કે બેગમના નામ પર ઔરંગાબાદમાં સિટી ચોક પોલીસ સ્ટેશનમાં એક ઘર રજિસ્ટર્ડ છે. ત્યારબાદ, પાકિસ્તાને ગત સપ્તાહે બેગમને મુક્ત કરી દીધી અને તેને ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવી હતી.
First published:

Tags: Aurangabad, Jail, Lahore, પાકિસ્તાન, પાસપોર્ટ, ભારત