અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પોલિસી બદલી: અમેરિકા ભણવા જવા માંગો છો તો આ જાણવું જરુરી
અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પોલિસી બદલી: અમેરિકા ભણવા જવા માંગો છો તો આ જાણવું જરુરી
પ્રતિકાત્મક તસવીર
સ્ટુડન્ટ વિઝા પુરા થયા પછી જો વિદ્યાર્થી છ મહિના સુધી વધારે રોકાશે તો તેને પોતાના દેશમાં મોકલી આપવામાં આવશે. આ કેસમાં ત્રણ વર્ષ અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકાઇ શકે છે.
અમેરિકામાં આવેલી 65 ટોપ યુનિવર્સિટીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી સ્ટુડન્ટ વિઝા પોલિસીનો વિરોધ નોંધાવ્યો છે અને એવું નિવેદન કર્યુ છે કે, આ પોલિસીનાં કારણે અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ પર વિપરીત અસર થશે. અમેરિકાની જે ટોપ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ સરકારની પોલિસીનો વિરોધ કર્યો છે તેમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)નો પણ સમાવેશ થાય છે.
અમેરિકાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી મુજબ, હવે પછી જે વિદ્યાર્થી અમેરિકામાં ભણાવા માટે સ્ટુડન્ટ વિઝા પર જશે ત્યારે તેણે વિઝા પુરા થયા પછી રોકાઇ શકશે નહીં અને જો રોકાશે તો તે વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે રહ્યો છે તેમ ગણવામાં આવશે.
સ્ટુડન્ટ વિઝા પુરા થયા પછી જો વિદ્યાર્થી છ મહિના સુધી વધારે રોકાશે તો તેને પોતાના દેશમાં મોકલી આપવામાં આવશે. આ કેસમાં ત્રણ વર્ષ અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકાઇ શકે છે.
આ અગાઉ એવી પોલિસી એવી હતી કે, વિઝા પુરા થયા પછી જ્યારે સરકાર જાહેર ન કરે કે, આ વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે નથી રહેતો ત્યાં સુધી તેની સામે કોઇ કાર્યવાહી થતી નહોતી. પણ હવે આ નિયમ બદલાઇ ગયો છે અને હવે પછી જો વિદ્યાર્થીનું ભણવાનું પુરુ થશે કે તરત જ તેના વિઝા પુરા થયા ગણાશે.
આ નવી નીતિનાં વિરોધમાં અમેરિકાની ટોપ 65 યુનિવર્સિટીઓએ મોરચો માંડ્યો છે અને એમ કહ્યુ છે કે, આ નવી નીતિનાં કારણે વિદ્યાર્થીઓ માટે પસંદગી ખુબ ઓછી રહેશે. આ યુનિવર્સિટીઓએ સરકાર સામે કોર્ટમાં કેસ કર્યો છે. આ પિટીશનમાં એમ દલીલ કરવામાં આવી છે કે, વિવિધ દેશોમાંથી અમેરિકામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓની ઓળખ છે અને રાષ્ટ્રનાં નિર્માણમાં તેમનો મહત્વનો રોલ છે”.
એક અભ્યાસ મુજબ, સમગ્ર વિશ્વમાંથી અમેરિકામાં ભણવા આવતા વિદ્યાર્થીઓનાં કારણે અમેરિકામાં 4.55 લાખ નોકરી પેદા થાય છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર