કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશમાં 646 ડોક્ટરોના થયા મોત: આઈએમએ

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશમાં 646 ડોક્ટરોના થયા મોત: આઈએમએ

 • Share this:
  નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave)માં આશરે 646 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોશિએશન (Indian Medical Association)એ આ વાતની જાણકારી આપી હતી. આ 646માં સૌથી વધુ 109 લોકોના દિલ્લીમાં મોત થયા છે. અને ત્યાર બાદ 97 ડોક્ટરોનો જીવ ગયો છે અને ત્યાર બાદ 79 ડોક્ટરોની મોત થઈ હતી. રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 39, ગુજરાતમાં 37, આંધ્ર પ્રદેશમાં 35, તેલગાણામાં 34, તમિલનાડુંમાં 32, બંગાળમાં 30, માહરાષ્ટ્ર અને ઓડિસામાં 23 મધ્યપ્રદેશમાં 16 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે, આઇએમએ અનુસાર આ મહામારીની પહેલી લહેરમાં 778 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો હતો.

  મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના સતત વધતા જતા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે દેશમાં લગભગ બે મહિનામાં એક દિવસમાં કોવિડ -19 ના સૌથી ઓછા 1,20,529 નવા કેસ આવ્યા છે અને આની સાથે કુલ આંકડો 2,86,94,879 પર પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગ્યા સુધી જાહેર કરેલા આંકડા મુજબ, આ ચેપી રોગને કારણે 3,380 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કુલ મૃતકોની સંખ્યા 3,44,082 પર પહોંચી ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 20 લાખથી ઓછી રહી છે. સતત પાંચમા દિવસે મંત્રાલયે કહ્યું કે, દૈનિક સંક્રમણના નવા કેસો 58 દિવસ પછી સૌથી ઓછા છે.  માહિતી અનુસાર સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,55,248 પર આવી છે, જે ચેપના કુલ કેસોના 5.73 ટકા છે. કોવિડ -19થી સ્વસ્થ થતા લોકોનો રાષ્ટ્રીય દર 93.08 ટકા છે. રીકવરી રેટની સંખ્યા, સતત 23માં દિવસે ચેપના દૈનિક નવા કેસો કરતાં વધુ છે.

  મળતી માહિતી મુજબ, આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 2,67,95,549 થઈ છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધી મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય રોગો પણ હતા. મંત્રાલયે તેની વેબસાઇટ પર કહ્યું કે, તેનો ડેટા ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) ના ડેટા સાથે મેળ ખાતો છે.

  સંક્રમણના કુલ કેસો 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ એક કરોડને પાર કરી ગયા અને ચાર મેના રોજ આ કેસ બે કરોડને વટાવી ગયા.
  Published by:kuldipsinh barot
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ