Mumbai News: બીજાની બબાલને શાંત પાડવા ગયા અને 64 વર્ષના કાકા સાથે ન થવાનું થઈ ગયું
ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલા શખ્સનું મોત (સાંકેતિક તસવીર)
Mumbai Man Lost Life: મુંબઈમાં એક હચમચાવી દેનારી ઘટના બની છે, આ ઘટનામાં જ્યારે એક બે જણા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે 64 વર્ષના શખ્સ તેમને શાંત કરાવવા માટે વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન તેમને મૂક્કો વાગી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે.
મુંબઈઃ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે કોઈ બાબતને લઈને ઝઘડો ચાલી રહ્યો હોય ત્યારે ત્રીજી વ્યક્તિ તેમને શાંત કરાવવા માટે વચ્ચે પડતી હોય છે. આવું જ મુંબઈના મુલુંડમાં બન્યું હતું, પરંતુ અહીં વચ્ચે પડેલા 64 વર્ષના કાકાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પોતાના ભાડુઆત અને રાહદારી વચ્ચે ઝઘડો થતા તેઓ બન્નેને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન રાહદારીએ આવેશમાં આવીને કાકાને મૂક્કો વાગી જતા મોત થઈ ગયું છે.
બે જણાને શાંત કરાવવામાં મોતને ભેટેલા 64 વર્ષના મૃતકની ઓળખ સુરેશ ગણપત પિટકર તરીકે થઈ છે, જેઓ જેએન રોડના રહેવાસી હતા. આ બનાવમાં પોલીસે સુરેશ પિટકરને ફેંટ મારનારા કૈલાશ જાદવ નામના રાહદારીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેશ પિટકર જેએન રોડ પર દુકાન ધરાવતા હતા, જે તેમણે 50 વર્ષના શિવચંદ્ર બનવારીલાલ યાદવને ભાડે આપી હતી. અહીં શિવચંદ્ર દૂધનો વેપાર કરતા હતા, બુધવારે મોડી રાત્રે જ્યારે દરરોજની જેમ શિવચંદ્ર અને તેમના માણસો દુકાન પાસેની ફૂટપાથ પર વાસણો ધોતા હતા ત્યારે પાણીના કેટલાક છાંટા રાહદારી કૈલાશ પર ઉડ્યા હતા. આ પછી કૈલાશે શિવચંદ્ર વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ હતી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આવેશમાં આવેલા શિવચંદ્રએ કૈલાશને લાફો ચોડી દીધો હતો. જ્યારે આ ઝઘડામાં સુરેશ પિટકર વચ્ચે પડ્યા તો કૈલાશે તેમને છાતીમાં ફેંટ મારતા તેઓ રોડ પર ઢળી પડ્યા હતા.
આ જોઈને લોકોએ એકઠા થઈને સુરેશ પિટકરને બેભાન અવસ્થામાંથી પાછા લાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓને ભાનમાં લાવી શકાયા નહોતા. આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને બેભાન થયેલા સુરેશ પિટકરને પૂજા નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે અહીં ICUની સુવિધા ના હોવાથી તેમને હિરા મોંગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ગણતરીની મિનિટોમાં તેમને શ્વાસ છોડી દીધા હતા.
" isDesktop="true" id="1319382" >
રિપોર્ટમાં મુલુંડ પોલીસના જણાવ્યા પ્રમાણે સુરેશ પિટકરને મૂક્કો મારનારા કૈલાશ જાદવની મોતની ઘટનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર