Home /News /national-international /જમ્મુ કાશ્મીર: કોંગ્રેસનો સપાટો બોલાવતા આઝાદ, 64 નેતાઓએ એક સાથે ધર્યા રાજીનામા

જમ્મુ કાશ્મીર: કોંગ્રેસનો સપાટો બોલાવતા આઝાદ, 64 નેતાઓએ એક સાથે ધર્યા રાજીનામા

ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે

Jammu and Kashmir: કોંગ્રેસને જમ્મુ કાશ્મીરમાં મોટો આંચકો લાગ્યો છે. અહીં ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે.

    જમ્મુ કાશ્મીર: કોંગ્રેસને જમ્મુ કાશ્મીરમાં મોટો આંચકો લાગ્યો છે. અહીં ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ ધડાધાડ રાજીનામા પડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના 64 નેતાઓએ મંગળવારે એક સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદ, પૂર્વ મંત્રી માજિદ વાની, મનોહર લાલ શર્મા જેવા મોટા નેતાઓ પણ સામેલ છે. આ તમામ નેતા રવિવાર આઝાદના નેતૃત્વવાળી નવી પાર્ટીમાં જોડાશે.

    કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 64 નેતાઓમાં તારાચંદ, માજિદ વાની ઉપરાંત ધારૂ ચૌધરી, મનોહર લાલ શર્મા, બલવાન સિંહ, નરિન્દર શર્મા અને ગૌરવ મગોત્રાનો સમાવેશ થાય છે. આ મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદે કહ્યું કે, અમે ખુશી છીએ કે આઝાદ પોતાની પાર્ટી બનાવી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે એક વખત પણ અમારી સાથે મુલાકાતની તકલીફ ઉઠાવી નથી. અમે અમારી ફરિયાદો વ્યક્ત કરવા માગતા હતા. પરંતુ કોઇને સાંભળવામાં રસ નહોતો. અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સંપર્ક કર્યો છે. તે પણ જોડાશે. ત્યાં સુધી સત્તાપક્ષ ભાજપના નેતાઓ પણ અમારી સાથે આવવા માગે છે.

    આ તમામ નેતાઓએ સોનિયા ગાંધીને એક કોમન રાજીનામું લખ્યું છે. મીડિયા સાથે વાત કરતાં બલવાન સિંહે કહ્યું કે, અમે રાજીનામાનું સંયુક્ત લેટર સોનિયા ગાંધીને મોકલી આપ્યો છે. આઝાદ સાહેબના સમર્થનમાં આ નિર્ણય લીધો છે.

    આ પણ વાંચો: રાંચી હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી, DGPએ કોર્ટમાં માહિતી આપી

    આ દરમિયાન ગુલામ નબી આઝાદે મંગળવારે ફેસબુક પેજ પર લખ્યું કે, મને ખુશી છે કે લોકો જમ્મુ કાશ્મીરના હિતમાં અમારી સાથે આવી રહ્યા છે. હું તે લોકોને નિરાશ નહીં કરું. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇશાઇ અને બૌદ્ધ બધા મળીને જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કામ કરીશે. અમે ઘણુ બધુ સહન કરી લીધું છે. હવે સમય છે અમે સાથે મળીને આગળ ચાલીએ અને નવા જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીએ. 74 વર્ષીય ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે અને તેઓ 4 સપ્ટેમ્બરે તેમની બીજી પારીની શરૂઆત કરવાના છે. તેઓ જમ્મુમાં 4 સપ્ટેમ્બરે રેલી કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress party, National news, Resignation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन