Home /News /national-international /62 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનર પર ફેંક્યું એસિડ, 25 વર્ષથી સાથે રહેતા હતાં

62 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનર પર ફેંક્યું એસિડ, 25 વર્ષથી સાથે રહેતા હતાં

પૂજારીનો તેના પાર્ટનર સાથે ઝઘડો થયો હતો

Acid Attack: પૂજારીનો તેના પાર્ટનર સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે એસિડ ખરીદ્યું અને મહિલા પર ફેંક્યું હતું. એસિડથી દાઝી ગયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

    મુંબઈ.  મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનર પર એસિડ ફેંક્યું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી, જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી. દરમિયાન આરોપી બહારથી આવ્યો હતો અને પાર્ટનર પર એસિડ ફેંક્યું હતું.

    પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ મહેશ પૂજારી તરીકે થઈ છે. આરોપી 62 વર્ષનો છે જ્યારે તેની લિવ-ઈન પાર્ટનર 54 વર્ષની છે. બંને કાલબાદેવી પાસેની એક ચાલીમાં રહે છે.

    25 વર્ષ સુધી સાથે રહ્યા


    લોકમાન્ય તિલક માર્ગ પોલીસે જણાવ્યું કે, પૂજારીનો તેના પાર્ટનર સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે એસિડ ખરીદ્યું અને મહિલા પર ફેંક્યું હતું. એસિડથી દાઝી ગયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટમાં જ આરોપીને પકડી લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને 25 વર્ષથી સાથે રહેતા હતા. પૂજારીની નશાની આદતને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.


    દેશમાં એસિડ ફેંક્લાના કેસો


    દેશમાં એસિડ ફેંકવાના મામલા અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, 2021માં દેશમાં એસિડ ફેંકવાના 102 બનાવો નોંધાયા હતા . આ સંખ્યા 2019માં 150 અને 2020માં 105 હતી. માહિતી અનુસાર, એસિડ ફેંકવાની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. દેશમાં દર વર્ષે બનતા લગભગ અડધા કેસ અહીંથી નોંધાયા છે.

    એસિડ હુમલાના 83 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે 54 ટકા દોષિત ઠર્યા હતા. 2020 માં, ચાર્જશીટનો દર વધીને 86 ટકા થયો હતો જ્યારે દોષિત ઠેરવવાનો દર વધીને 72 ટકા થયો હતો. 2021 માં, આ દર 89% (ચાર્જશીટ) અને 20% (દોષિત) હતા. 2015 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, તમામ રાજ્યોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં એસિડ હુમલાના કેસોની ઝડપી સુનાવણી માટે વિનંતી કરી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Acid Attack incident, Live In Partner, Mumbai crime Branch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन