Home /News /national-international /

ન્યૂયોર્ક સબવે સ્ટેશન પર ફાયરિંગ કરનાર 62 વર્ષીય આરોપીની ધરપકડ, 10 લોકોને ગોળી મારી હતી

ન્યૂયોર્ક સબવે સ્ટેશન પર ફાયરિંગ કરનાર 62 વર્ષીય આરોપીની ધરપકડ, 10 લોકોને ગોળી મારી હતી

બ્રુકલિન સબવે સ્ટેશન પર થયેલા શૂટિંગના આરોપીની ઓળખ થયા બાદ ધરપકડ કરવામાં આવી છે.

Brooklyn Subway Shooting: પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આરોપીએ મંગળવારે સવારે બ્રુકલિનના 36મી સ્ટ્રીટ સ્ટેશન પર બે સ્મોક ગ્રેનેડ વિસ્ફોટ કર્યા અને હેન્ડગન વડે ગોળીબાર કર્યો. જેમાં ગોળી વાગવાથી 10 લોકો ઘાયલ થયા હતા અને ફાયરિંગની ઘટનાને કારણે મચેલી નાસભાગમાં કુલ 29 લોકો ઘાયલ થયા હતા.

વધુ જુઓ ...
    અમેરિકાના ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર થયેલા શૂટિંગના (Brooklyn Subway Shooting) આરોપીની ઓળખ થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. ન્યૂયોર્ક પોલીસે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ ફ્રેન્ક જેમ્સ છે. તે અશ્વેત નાગરિક છે અને તેની ઉંમર 62 વર્ષ છે. આ પહેલા યુએસ પોલીસે આરોપી હુમલાખોરનું નામ અને તસવીર જાહેર કરી હતી. જેમ્સ વિશે કોઈપણ માહિતી આપનાર માટે 50 હજાર ડોલર એટલે કે 38 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

    ફ્રેન્ક જેમ્સે ન્યૂયોર્ક સિટીના બ્રુકલિન સબવે સ્ટેશન પર ભીડ પર ગોળીબાર કર્યો, જેમાં 10 મુસાફરો ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આરોપીએ મંગળવારે સવારે બ્રુકલિનના 36મી સ્ટ્રીટ સ્ટેશન પર બે સ્મોક ગ્રેનેડ વિસ્ફોટ કર્યા અને હેન્ડગન વડે ગોળીબાર કર્યો. જેમાં ગોળી વાગવાથી 10 લોકો ઘાયલ થયા હતા અને ફાયરિંગની ઘટનાને કારણે મચેલી નાસભાગમાં કુલ 29 લોકો ઘાયલ થયા હતા.

    આ પણ વાંચો - War Effect : યુક્રેનના બંકરોમાં સડતા રશિયન સૈનિકોના મૃતદેહો, પક્ષીઓ સૈનિકોની આંખો ખાઇ રહ્યા છે

    ન્યુ યોર્ક પોલીસને બ્રુકલિનમાં એક ખાલી U-Haul વાન મળી આવી હોવાના અહેવાલ છે, જેની માહિતી અને લાયસન્સ પ્લેટ નંબરો સબવે સ્ટેશન પર મંગળવારના ગોળીબારના સંબંધમાં તેઓ જે વાહનની શોધમાં હતા તેની સાથે મેળ ખાતી હતી. ગેસ માસ્ક પહેરીને પહોંચેલા હુમલાખોરે 12 એપ્રિલે બ્રુકલિનમાં સબવે ટ્રેનને નિશાન બનાવતી વખતે ધુમાડો છોડ્યા બાદ ઓછામાં ઓછા 10 લોકોને ગોળી મારી હતી.

    આ પણ વાંચો - Corona Update : ચીનમાં 24 કલાકમાં 26 હજારથી વધુ કોરોના કેસ, શાંઘાઈમાં લોકો એક ટાઇમ જમવા મજબૂર

    અચાનક થયેલા ફાયરિંગ બાદ સમગ્ર સ્ટેશનમાં અફરા-તફરી મચી ગઈ હતી. આનાથી ડરીને લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. ફાયરિંગ દરમિયાન ટ્રેન ધુમાડાથી ભરાઈ ગઈ હતી. ગોળીઓના કારણે લોકોની ચીસો સંભળાઈ હતી. આ ફાયરિંગ બાદ ઓછામાં ઓછા 29 લોકોને ગોળી વાગવા, ધુમાડો ભરાવા અને અન્ય સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચની હાલત ગંભીર જણાવવામાં આવી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: New York, United states of america, USA

    આગામી સમાચાર