વધુ એક ભારતીયની USAમાં ગોળી મારીને હત્યા

સુનીલ અડલા તેલંગાણાનો નિવાસી છે અને 1987માં તેઓ યુએસ આવ્યા હતા.

અમેરિકાના ન્યૂ જર્સીમાં 16 વર્ષના એક યુવકે 61 વર્ષના ભારતીયની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :

  અમેરિકાના ન્યૂ જર્સીમાં 16 વર્ષના એક યુવકે 61 વર્ષના ભારતીયની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતક સુનીલ અડલા તેલંગાણાનો રહેવાસી છે. આ મહિને જ સુનિલ તેની માતાના 95-મા જન્મદિવસ અને ક્રિસમસ મનાવવા ભારત આવવાના હતા.

  સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર સુનીલને વેંટનોર શહેરમાં તેમની ઘરની બહારે ગુરૂવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 8 વાગ્યે ગોળી મારવામાં આવી. આ વેળા સમયે તે નાઈટ શિફ્ટ કરવા ઓફિસે જઈ રહ્યાં હતા. તેઓ એટલાન્ટિક કાઉન્ટીમાં 30 વર્ષથી રહે છે અને એટલાન્ટિક શહેરની હોસ્પિટલિટી ઉદ્યોગમાં કામ કરતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સુનીલને અનેક ગોળીઓ મારવામાં આવી જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

  એટલાન્ટિક કાઉન્ટીના પ્રોસિક્યુટર ડીજી ટાઈનરે જણાવ્યું કે પોલીસે આરોપીને શનિવારે હાર્બર શહેરથી પકડ લીધો છે. જો કે આરોપી સગીર હોવાથી તેના નામનો ખુલાસો થયો નથી. તેની પર હત્યા, લૂંટ, કારજેકિંગ અને ગેરકાયદેસર હથિયારના આરોપમાં કેસ દાખલ કરાયો છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.

  આ પૂર્વે અમેરિકામાં વસતા ભારતીયાઓ અને ગુજરાતી મૂળના સંખ્યાબંધ લોકોને મારી નાખવાની ઘટનાઓ પણ સામે આવી છે.
  Published by:sanjay kachot
  First published: