19 વર્ષનો બનીને 61 વર્ષનો વૃદ્ધ ફેસબુક ઉપર બાળકોના પોર્ન વીડિયો શૅર કરતો હતો
19 વર્ષનો બનીને 61 વર્ષનો વૃદ્ધ ફેસબુક ઉપર બાળકોના પોર્ન વીડિયો શૅર કરતો હતો
પ્રતિકાત્મક તસવીર
વૃદ્ધે 19 વર્ષના છોકરા તરીકે ફેસબુક પર એક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ડના આધારે જ વૃદ્ધ માણસ પોર્ન વીડિયો શૅર કરતો હતો. વૃદ્ધ માણસ પહેલા કરિયાણાની દુકાન ચલાવતો હતો.
અત્યારના યુવાનો નશા અને પોર્ન વીડિયો (Porn video) જેવાના રવાડે ચડ્યા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. પરંતુ દિલ્હીમાં (Delhi) એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ માણસની દિલ્હી પોલીસે (Delhi Police) ધરપકડ કરી હતી. આ વૃદ્ધ માણસ બાળકોના પોર્ન વીડિયો શૅર કરતો હતો. વૃદ્ધ માણસ સાથે બીજા પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસે પોલીસે 61 વર્ષીય વૃદ્ધ સહિત 25 વર્ષીય સંજૂ રાઠોડ, 24 વર્ષીય અમિત મંડલ, 22 વર્ષીય નરેન્દ્ર કુમાર, 34 વર્ષીય રેવતી નંદન આનંદ, 34 વર્ષીય સુદામા રામા અને 29 વર્ષીય લોકરાજ યજુર્વેદની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરીને તેને સોશિયલ મીડિયા (social media) ઉપર શૅર કરતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે વૃદ્ધે 19 વર્ષના છોકરા તરીકે ફેસબુક પર એક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ડના આધારે જ વૃદ્ધ માણસ પોર્ન વીડિયો શૅર કરતો હતો. વૃદ્ધ માણસ પહેલા કરિયાણાની દુકાન ચલાવતા હતા અને એની પહેલા તે રેડ ક્રોસમાં કામ કરતા હતા.
નરેન્દ્ર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. સંજુ એક મજૂર છે જે આઝાદપુર માર્કેટમાં દૈનિક વેતનનું કામ કરે છે. અમિત ગુરુગ્રામની એક ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરે છે. અમિત દક્ષિણ દિલ્હીના એક સ્ટોર પર કેશિયર તરીકે કામ કરે છે અને સુદામા એક દરજી છે. લોકરાજે પોલીસને જણાવ્યું કે તે વોટ્સએપ પરથી અશ્લીલ વીડિયો મેળવતો અને તેના દ્રારા તેઓ ફેસબુક પર અપલોડ કરતા હતા.
NCRB અને યુએસ એજન્સી NCMEC વચ્ચે ચાઈલ્ડ દુર્વ્યવહાર સામે કાર્યવાહી કરવા સમજૂતી થઈ હતી. આ મુજબ, અમેરિકાની એજન્સી આવી સામગ્રીને અપલોડ કરવા અને ડાઉનલોડ કરવા વિશે માહિતી આપે છે. જેમાં કેદની સજા અને લાખો રૂપિયા દંડની જોગવાઈ કરવામાં છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર