ધર્મવિર શર્મા, ગુરુગ્રામઃ સાઈબર સિટી ગુરુગ્રામના (Gurugram) બાદશાહપુરમાં એક પરિવાર ઉપર જીવલેણ હુમલો (attack on family) થયાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. વાયરલ વીડિયોમાં દોઢ દઝન જેટલા લુખ્ખા તત્વોએ ચોક ઉપર રહેતા પરિવાર ઉપર લાઠી અને ડંડા અને લોખંડના રોડથી હુમલો કરતા ચોખ્ખા દેખાઈ રહ્યા છે. આ જીવલેણ હુમલામાં 60 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને ખાનગી હોસ્પિટલમાં (Private hospital) દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરાયેલા રમેશની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.
વૃદ્ધને 20થી 25 દિવસ પહેલા થઈ હતી સામાન્ય બબાલ
આ મામલામાં પીડિત પરિવારના સંદીપના જણાવ્યા પ્રમાણે 20થી 25 દિવસ પહેલા ગામમાં રહેનારા બેથી ત્રણ યુવકોએ 60 વર્ષીય વૃદ્ધ રમેશ સાથે સામાન્ય વાત અંગે વિવાદ કર્યો હતો.
યોજનાબદ્ધ રીતે લુખ્ખાઓ વૃદ્ધ અને પરિવાર ઉપર તૂટી પડ્યા
ત્યારબાદ ગત 17મી તારીખે મોડી રાત્રે ગામના જ રહેનારા લુખ્ખા તત્વોએ યોજનાબદ્ધ રીતે રમેશ અને પરિવારના અન્ય સભ્યો ઉપર લાકડી, ડંડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો.
12થી 15 લોકો સામે ફરિયાદ
જોકે અત્યારે ગુરુગ્રામ પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે 12થી 15 લોકો વિરુદ્ધ જીવલેણ હુમલો કરવાની ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. પરંતુ જીવલેણ હુમલો કરનાર બદમાશોની ધરપકડ થવાની બાકી છે.
કાયદા અને વ્યવસ્થા ઉપર પ્રશ્ન
જે પ્રકારે યોજનાબદ્ધ રીતે એક પરિવાર ઉપર હુમલો કરીને વૃદ્ધને ગંભીર રીતે ગાયલ કરવાની આ ઘટના કાયદા અને વ્યવસ્થા ઉપર ગંભીર પ્રકારના સવાલો ઊભા કરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર