અમેરિકન છાપાએ કર્યો મોટો ખુલાસો, ગલવાન અથડામણમાં 60 ચીની જવાનો મોતને ભેટ્યા હતા

News18 Gujarati
Updated: September 14, 2020, 11:43 AM IST
અમેરિકન છાપાએ કર્યો મોટો ખુલાસો, ગલવાન અથડામણમાં 60 ચીની જવાનો મોતને ભેટ્યા હતા
પ્રતિકાત્મક તસવીર

રિપોર્ટમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે ચીન પોતાની આ અસફળતાના કારણે ક્રોધિત છે. અને તેના દૂરગામી પરિણામ નીકળી શકે છે.

  • Share this:
ભારત અને ચીન (India and China) વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. કારણ કે સીમા વિવાદ અને હિંસક અથડામણે સ્થિતિ ગંભીર કરી છે. લદાખની ગલવાન ખીણમાં બંને સેના વચ્ચે થોડા સમય પહેલા જ હિંસક અથડામણ થઇ હતી. ત્યારે અમેરિકાના છાપા ન્યૂઝવીકે મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ ભારતીય જવાનોની સાથએ 15 જૂને ચીની સૈનિકોની જે હિંસક ઝડપ થઇ હતી તેમાં 40-45 નહીં પણ 60 ચીની સૈનિકોની મોત થઇ હોવાનો દાવો આ છાપાએ કર્યો છે. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ગલવાન હિંસા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઇશારે થઇ હતી. જેમાં ચીની સેના પૂરી રીતે નાકામ સાબિત થઇ હતી.

રિપોર્ટમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે ચીન પોતાની આ અસફળતાના કારણે ક્રોધિત છે. અને તેના દૂરગામી પરિણામ નીકળી શકે છે. આ હારથી ચીડાઇને રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાની સેનામાં વિરોધીઓને બહાર કરીને પોતાના વફાદારોને મોટો પદ પર બેસાડી શકે છે. જિનપિંગની આ હારથી ભારતની સામે આવનારા સમયમાં મોટું પગલું પણ ઉઠાવી શકે છે. તેવામાં આવનારા સમયમાં સીમા પર તણાવ વધી શકે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2013માં શી જિનપિંગે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા પછી ભારતથી લાગેલી સીમા પર ચીની સૈનિકોની આક્રમકતા વધી રહી છે. જિનપિંગ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મિલિટ્રી કમિશનના અધ્યક્ષ અને પાર્ટી મહાસચિવ પણ છે. ભારત અને ચીનમાં સીમા નિર્ધારીત નથી. ચીની સૈનિકો ધૂસણખોરી માટે આ વાતનો ફાયદો ઉઠાવે છે.

વધુ વાંચો : કોરોનાનો નવો હુમલો, ડેન્ગ્યૂની જેમ દર્દીના પ્લેટલેટ્સ ઓછો કરી રહ્યો છે વાયરસ

ફાઉન્ડેશન ફોર ડિફેંસ ઓફ ડેમોક્રેસીજના ક્લિજો પાસ્કલના હવાલેથી ન્યૂઝવીકે લખઅયું કે રશિયા મેમાં ચીની હરકતો વિષે ભારતને બતાવ્યું હતું. રશિયા મુજબ ચીની તિબ્બત વિસ્તારમાં તે પહેલાથી જ યુદ્ધઅભ્યાસ કરી ચૂક્યો છે.
આ જ કારણે તેણે ગલવાનમાં પણ જે હિંસક ઝડપ કરી ત્યારે દુનિયાને બે સૌથી મોટી જનસંખ્યા વાળા દેશોમાં 45 વર્ષની આ પહેલી હિંસક અથડામણ બની હતી.
Published by: Chaitali Shukla
First published: September 14, 2020, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading