સામાન્ય રીતે એકવારમાં કોઈ વ્યક્તિ માટે 100 પુશ-અપ્સ કરવું મોટી વાત માનવામાં આવે છે, પરંતુ રશિયાના રહેવાસી એક 6 વર્ષના છોકરાએ એક જ વારમાં 3270 પુશ-અપ્સ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ બનાવવા પર છોકરાના પરિવારજને એક આલિશાન ઘર ઈનામમાં આપવામાં આવ્યું છે.
6 વર્ષના આ છોકરાનું નામ ઈબ્રાહિમ લ્યાનોવ છે. આ જબરદસ્ત કારનામાના કારણે તેનું નામ રશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ઈબ્રાહિમ લ્યાનોવ અને તેના પિતા સ્થાનીક સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર છે, અને રોજ પુશ-અપ્સ પ્રતિયોગિતા જીતવાની ટ્રેનિંગ લે છે.
" isDesktop="true" id="888357" >
સૌથી મહત્વની વાત એ છે કે, લ્યાનોવ જે વિસ્તારમાં રહે છે ત્યાં આવા રેકોર્ડ બનાવનારા કેટલાએ અન્ય બાળકો પણ છે.
વર્ષ 2018માં પાંચ વર્ષના છોકરાએ 4150 પુશ-અપ્સ કર્યા હતા, ત્યારબાદ તેને ઈનામમાં મર્સિડિઝ કાર મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર