Home /News /national-international /

કોરોનાની વેક્સીન લેતાં પહેલા ન કરો આ 6 કામ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ

કોરોનાની વેક્સીન લેતાં પહેલા ન કરો આ 6 કામ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ

દેશમાં કોરોના વેક્સીનેશનની ઝડપ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. (તસવીર- AP)

કઈ વ્યક્તિએ કોરોના રસીકરણ ટાળવું જોઈએ? જાણો કોવિશીલ્ડના બીજા ડોઝ માટેની ગાઇડલાઇન

    નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ વિરોધી રસીકરણ અભિયાન (Corona Vaccination Campaign) ચાલી રહ્યું છે. બીજી તરફ કેન્ર્રએ પણ કોરોના વાયરસ વેક્સીનના ડોઝના સંબંધમાં કેટલાક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જેનાથી વેક્સીનની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ રહેલા લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. હાલમાં ભારત (India)માં ત્રીજા ચરણનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં 18-44 વર્ષના લોકોનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે કેન્ર્ાઅએ રાજ્યોને 45થી વધુ ઉંમરના લોકોના વેક્સીનેશન કરવાની પ્રાથમિકતા આપવા માટે કહ્યું કે કારણ કે વધુ ઉંમરના લોકોમાં કોવિડ-19 (COVID-19)નો ખતરો વધુ હોય છે.

    વેક્સીનેશન પહેલા આ 6 કામ ન કરો...

    1. અપોઇન્ટમેન્ટ લીધા વગર રસીકરણ માટે ન જાઓ. તમામ સ્લોટ્સનું બુકિંગ કોવિન રજિસ્ટ્રેશનના માધ્યમથી થઈ રહ્યું છે.
    2. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવવું જોઈએ.
    3. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ પ્લેટફોર્મ માટે અલગ-અલગ ફોન નંબર અને આઇડીનો ઉપયોગ ન કરવો જોઈએ.
    4. વેક્સીનેશનના દિવસે આલ્કોહોલ કે પછી કોઈ માદક પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
    5. વેક્સીનની સાઇડ ઇફેક્ટની સ્થિતિમાં પેરશાન ન થવું જોઈએ.
    6. કોવિન પર બીજા ડોઝ માટે રજિસ્ટર કરાવવાની કોઈ આવશ્યક્તા નથી.

    આ પણ વાંચો, છીંકની સાથે 10 મીટર સુધી જઈ શકે છે કોરોના વાયરસ, માસ્ક-પંખાને લઈ નવી ગાઇડલાઇન્સ જાહેર

    કઈ વ્યક્તિએ રસીકરણ ટાળવું જોઈએ?

    >> સરકારની નવી ગાઇડલાઇન મુજબ, જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે તેમણે ચાર સપ્તાહને બદલે ત્રણ મહિનાની રાહ જોવી જોઈએ.
    >> આ ત્રણ મહિનાની રાહ એ લોકોએ પણ જોવી પડશે જેમની પ્લાઝમા થેરપીથી ઉપચાર કરવામાં આવ્યો છે અને એવા લોકો પણ જે પહેલી વેક્સીન લીધા બાદ કોરોના સંક્રમિત થઈ ગયા હતા.
    >> જે લોકો કોઈ અન્ય બીમારીના કારણે હૉસ્પિટલમાં દાખલ થયા છે તેમને પણ આ સલાહ આપવામાં આવી છે કે રસીકરણ માટે ચારથી આઠ સપ્તાહની રાહ જોવે.

    આ પણ વાંચો, કોવિડ-19 મહામારીથી બચવા માટે બનાવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસનો મહાયજ્ઞ થશે

    કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ગાઇડલાઇન

    કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધાના 12થી 16 સપ્તાહ બાદ આપવામાં આવી શકાશે. તેના માટે કોવિડ પોર્ટલ આપ મેળે તારીખ જણાવી દેશે. પરંતુ એવા લોકો જેઓએ પહેલા જ પોતાની અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી લીધી છે તે ઈચ્છે તો નિયત તારીખ પર બીજો ડોઝ લઈ શકે છે. તેઓ નવી ગાઇડલાઇનના હિસાબથી તેને 84 દિવસના અંતરાળ ઉપર પણ બુક કરાવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona Second Wave, Corona vaccine, Covid vaccine, COVID-19, COWIN App, India Fights Corona, Pandemic, Sanjeevani

    આગામી સમાચાર