જાદુટોણાંની આશંકામાં 6 વૃદ્ધોને માનવ મળમૂળ ખાવા મજબૂર કર્યા

પ્રતીકાત્મક તસવીર

મળમૂત્ર ખવડાવી વૃદ્ધોના દાંત ઉખાડી દીધા, ધરપકડના ડરથી ગામના તમામ પુરુષ ફરાર

 • Share this:
  બેહરામપુર : ઘણા લાંબા સમયથી ફૅક ન્યૂઝ (Fake News)ને કારણે અનેક લોકો સાથે અણબનાવી બની ચૂક્યા છે. આસામ અને બંગાળ સહિતના અનેક રાજ્યોમાં મૉબ લિચિંગ (Mob Lynching)ની ઘટનાઓ પણ નોંધાઈ છે. હવે ઓડિશા (Odisha)માં ફૅક ન્યૂઝના કારણે ફરી એકવાર કેટલાક લોકોનો જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયો. આડિશાના ગંજમ જિલ્લામાં કેટલાક લોકોએ જાદુટોણાંની આશંકામાં 6 વૃદ્ધોના દાંત તોડી દીધા અને તેમને માનવ મળમૂળ ખાવા માટે મજબૂર કર્યા.

  પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, ગોપુરપુર ગામના કેટલાક લોકોને આશંકા હતી કે 6 વૃદ્ધ વ્યક્તિ જાદુટોણાં કરી રહ્યા છે, જેના કારણે તેમના વિસ્તારમાં ઓછામાં ઓછી 6 મહિલાઓનું મોત થયું અને 7 અન્ય લોકો બીમાર થઈ ગયા.

  વૃદ્ધોના દાંત ઉખાડ્યા

  પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે આ 6 વ્યક્તિઓને બળજબરીથી ઘરની બહાર કાઢ્યા અને તેમને માનવ મળમૂત્ર ખાવા માટે મજબૂર કર્યા, બાદમાં તેમના દાંત ઉખાડી દીધા. આ 6 વ્યક્તિઓએ મદદ માટે આજીજી કરી પરંતુ ગામમાં કોઈ પણ તેમને બચાવવા આગળ આવ્યું નહીં. જોકે, આ સમાચાર જિલ્લા હેડક્વાર્ટર પહોંચ્યા અને પોલીસ અધીક્ષક બ્રજેશ રાય પોલીસ ટીમની સાથે ગામ પહોંચ્યા અને ઘાયલ વ્યક્તિઓને બચાવ્યા.

  તમામ ઘાયલોની ઉંમર 60 વર્ષથી વધુ

  પોલીસ અધીક્ષકે જણાવ્યું કે પોલીસે આ મામલામાં 29 લોકોની ધરપકડ કરી છે, જેમાં 22 મહિલાઓ છે. ઘાયલ વૃદ્ધ વ્યક્તિઓની ઉંમર 60 વર્ષથી વધુ છે અને પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે. રાયે કહ્યુ કે, આ ઘટનામાં કથિત રીતે સામેલ અન્ય વ્યક્તિઓના નામ પણ તેમની પાસે છે, જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ધરપકડના ડરથી ગામના લગભગ તમામ પુરુષ ફરાર થઈ ગયા છે.

  આ પણ વાંચો,

  હનીટ્રૅપમાં ફસાયેલા મધ્ય પ્રદેશના પૂર્વ સાંસદની બનાવી 30 અશ્લીલ સીડી!
  ઇંગ્લેન્ડ કોર્ટનો PAKને ફટકો, હૈદરાબાદના નિઝામની 3 અબજની સંપત્તિ ભારતને મળશે
  Published by:Mrunal Bhojak
  First published: