પુણેમાં દીવાલ પડવાથી 6 લોકોનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

News18 Gujarati
Updated: July 2, 2019, 8:10 AM IST
પુણેમાં દીવાલ પડવાથી 6 લોકોનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ (એએનઆઈ ફોટો)

સિંહગડ કોલેજની દીવાલ પડવાથી અનેક લોકો ઝપેટમાં આવી ગયા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મહારાષ્ટ્રના પુણેમાં એક દીવાલ પડવાથી 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, અમ્બેગાંવમાં આવેલી સિંહગડ કોલેજની દીવાલ પડવાથી અનેક લોકો ઝપેટમાં આવી ગયા.

સોમવાર મોડી રાત્રે લગભગ 1.15 વાગ્યે આ દુર્ઘટના થઈ. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી પુણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Pune: At least 6 people have lost their lives after a wall of Sinhgad College, Ambegaon collapsed at around 1:15 am today. (Early visuals) #Maharashtra pic.twitter.com/JYiwbWpQzR


નોંધનીય છે કે, હાલમાં જ પુણેના કોંડવા વિસ્તારમાં એક ઈમરાતથી દીવાલ પડતાં 15 લોકોનાં મોત થયા હતા. મજૂરી કરી રહેલા આ તમામ લોકો મૂળ બિહારના રહેવાસી હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના આશ્રિતોને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી.

ફડણવીસે ટ્વિટ કરીને પુણેના કોંડવામાં દીવાલ પડવાની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. ઘટનાની તપાસ માટે પુણે કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા હતા.
First published: July 2, 2019, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading