ભીખ માંગનારી મહિલાના ઍકાઉન્ટમાંથી મળ્યા એટલા રૂપિયા કે બેંક ખાલી થઈ ગઈ!

10 વર્ષ ભીખ માંગીને 6.38 કરોડ રૂપિયા ભેગા કર્યા, આંકડો જોઈ બેંકના અધિકારીઓ ચોંકી ગયા

News18 Gujarati
Updated: October 8, 2019, 12:44 PM IST
ભીખ માંગનારી મહિલાના ઍકાઉન્ટમાંથી મળ્યા એટલા રૂપિયા કે બેંક ખાલી થઈ ગઈ!
વફા મોહમ્મદ નામની આ મહિલાએ ભીખ માંગીને કરોડો રૂપિયાની રકમ એકત્ર કરી છે. (તસવીર-ટ્વિટર)
News18 Gujarati
Updated: October 8, 2019, 12:44 PM IST
બેરૂત : સામાન્ય જીવનમાં તમે જે ભિખારીઓને (Beggars) જુઓ છો, કદાચ જ તે પૈકી કોઈનું બેંકમાં એકાઉન્ટ હશે. કોઈ દિવસ તેમને રોટલી નસીબમાં મળે છે, ક્યારેક નથી મળી. ક્યારેક તેમને વાસી ખાવાનું ખાઈને જ દિવસ પસાર કરવો પડે છે. પરંતુ લેબનાન (Lebanon)ની જે ભીખ માંગનારી મહિલાની કહાની દુનિયાની સામે આવી છે અને તે આવી ગરીબ અને લાચાર નથી.

લેબનાનમાં ભીખ માંગનારી આ ભિખારણના બેંક એકાઉન્ટથી એટલા પૈસા નીકળ્યા છે કે બેંકમાં પૈસાની ઘટ પડી ગઈ.

ભિખારણના બેંક એકાઉન્ટમાં હતા 6.38 કરોડ રૂપિયા

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, લેબનાનની આ ભિખારણના બેંક એકાઉન્ટમાં 6.38 કરોડ રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદથી સમગ્ર દુનિયામાં આ મહિલાની ચર્ચા થઈ રહી છે. ખૂબ જ રસપ્રદ રીતે આ મહિલા દ્વારા ભીખ માંગવાની વાતનો પણ ખુલાસો થયો છે.

વફા મોહમ્મદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ચેક (તસવીર-ટ્વિટર)


ભીખ માંગીને જમા કર્યા આટલા પૈસા
Loading...

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, વફા મોહમ્મદ નામની આ મહિલા પોતાના પૈસાને પોતાની બેંક જમ્માલ ટ્રસ્ટ બેંકથી બીજી બેંકમાં ટ્રાન્સ્ફર કરવા માટે પહોંચી હતી. પરંતુ ટ્રાન્સફર કરવાની રકમ એટલી વધુ હતી કે બેંકની સામે ટ્રાન્સફર માટે રોકડની સમસ્યા ઊભી થઈ ગઈ. ત્યારબાદ મહિલાના બે ચેક સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થવા લાગ્યા. પહેલા આ વાત લેબનાનમાં વાયરલ થઈ, બાદમાં સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ.

આ બંને ચેક પર 30 સપ્ટેમ્બરની તારીખ લખેલી છે. આ ચેક વાયરલ થયા બાદથી મહિલાની ઓળખનો ખુલાસો થયો. સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થયા બાદ જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે તેણે આટલા પૈસા કેવી રીતે એકત્ર કર્યા તો મહિલાએ પણ એમ જ કહ્યું કે આ પૈસા તેણે ભીખ માંગીને એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો,

ભિખારીના મોત બાદ ઘરેથી મળી 8.77 લાખની FD અને દોઢ લાખ રૂપિયા રોકડા
આ ગામનું નામ છે રાવણ, અહીં નવા વાહન કાર પર લખાવવામાં આવે છે 'જય લંકેશ'
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...