Home /News /national-international /Flashback 2022: ‘5મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી લઈને G20નું પ્રમુખપદ...’, જાણો PM મોદીએ 2022ની ભારતની 5 સિદ્ધિઓ ગણાવી

Flashback 2022: ‘5મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી લઈને G20નું પ્રમુખપદ...’, જાણો PM મોદીએ 2022ની ભારતની 5 સિદ્ધિઓ ગણાવી

2022માં ભારતે મેળવેલી સિદ્ધિઓ

Biggest Achievements of India in 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022ના છેલ્લા ‘મન કી બાત’ના એપિસોડમાં ભારતની કેટલીક સિદ્ધિઓ વિશે વાત કરી હતી. આવો જાણીએ વર્ષ 2022માં ભારતે કઈ-કઈ મોટી સિદ્ધિઓ મેળવી હતી.

  Biggest Achievements of India in 2022: PM નરેન્દ્ર મોદીએ 2022માં 'મન કી બાત'ના છેલ્લા એપિસોડમાં તેમના સંબોધન દરમિયાન ક્રિસમસની શુભેચ્છાઓ આપી હતી. આ સાથે જ તેમણે વર્ષની વિવિધ ઘટનાઓ અને હાઈલાઈટ્સને યાદ કરતાં કહ્યુ હતુ કે, ‘2022ની એટલે ભારતના નાગરિકોની શક્તિ, સહયોગ, સંકલ્પ અને સફળતાનું વિસ્તરણ. 2022માં, દેશના લોકોની તાકાત, તેમનો સહકાર, તેમનો સંકલ્પ અને તેમની સફળતાનું વિસ્તરણ એટલું હતું કે તે બધું જ 'મન કી બાત'માં સામેલ કરવું અઘરું છે. વર્ષ 2022 ઘણી રીતે અદ્ભુત અને પ્રેરણાદાયી હતું. આ વર્ષે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ વર્ષથી 'અમૃતકાળ' શરૂ થયો.’

  ચીન અને અન્ય કેટલાક દેશોમાં તાજેતરમાં થયેલા કોરોના વાયરસના વિનાશને ટાંકીને વડાપ્રધાન મોદીએ લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ‘સલામત રહેવા માટે માસ્ક પહેરવા અને હાથ ધોવા સહિત અન્ય સાવચેતીનાં પગલાં પણ લેવા જોઈએ.’ આ ઉપરાંત PM મોદીએ 'મન કી બાત'માં ભારતની સિદ્ધિઓને વર્ણવી હતી. આવો જોઈએ...  1. ‘2022ની સિદ્ધિઓએ વિશ્વમાં ભારત માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ભારતે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો મેળવ્યો છે. આ સાથે જ ભારતે 220 કરોડ કોવિડ-19 વેક્સિન ડોઝ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.’

  2. ‘વર્ષ 2022નો અર્થ એ છે કે, ભારતનો દરેક નાગરિક 'આત્મનિર્ભર ભારત' મોડલ અપનાવે અને જીવે. ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને સેનાને સોંપ્યું હતુ, તેનો અર્થ એ છે કે, ભારતે અવકાશ, ડ્રોન અને સંશોધન ક્ષેત્રમાં જબદરસ્ત વિકાસ કર્યો છે.’

  આ પણ વાંચોઃ વર્ષ 2022માં બોલિવૂડમાં થયેલા મોટા વિવાદ

  3. ‘વર્ષ 2022નો અર્થ દરેક ક્ષેત્રમાં ભારતની સફળતા છે, પછી ભલે તે રમતગમત ક્ષેત્રે હોય જેમ કે, કોમનવેલ્થ ગેમ્સ અથવા મહિલા હોકી ટીમની જીત, અમારા યુવાનોએ અભૂતપૂર્વ ક્ષમતા દેખાડી હતી.’

  4. ‘આ બધા ઉપરાંત વધુ એક કારણસર 2022 યાદ રહેશે. તે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાનું વિસ્તરણ છે. એકતા અને અખંડિતતાની ઉજવણી કરવા માટે લોકોએ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગુજરાતના માધવપુરના મેળાથી લઈને તમિલનાડુના કાશી તમિલ સંગમ સુધી આ તહેવારોએ એકતાના અસંખ્ય રંગોની ઉજવણી કરી હતી.’

  આ પણ વાંચોઃ ક્યાં સૌથી પહેલા અને સૌથી છેલ્લા ઉજવાય છે ન્યૂયર

  5. ‘ઓગસ્ટમાં ઉજવવામાં આવેલો 'હર ઘર તિરંગા' કાર્યક્રમને કોણ ભૂલી શકે? ભારતના દરેક નાગરિક માટે તે અદ્ભુત ક્ષણો હતી. આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં આ અભિયાન દરમિયાન સમગ્ર દેશ ત્રિરંગાના રંગે રંગાઈ ગયો હતો. છ કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી હતી. આવતા વર્ષે પણ આ જ ભાવનાથી અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે અને અમૃતકાળનો પાયો મજબૂત કરવામાં આવશે.’

  6. ‘આ વર્ષે ભારતને G20ના પ્રમુખ બનવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મેં ગયા વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. 2023માં આપણે G20ના ઉત્સાહને વધુ ઊંચાઈએ લઈ જવાનો છે. આપણે આ ઘટનાને જન ચળવળ બનાવીશું.’
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: India economy, Man Ki Baat, PM Narendra Modi Address Nation, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन