ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીની વચ્ચે ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં પૂર્વાનુમાન જાહેર કર્યું છે. લેટેસ્ટ વેદર અપડેટ અનુસાર, ઉત્તર અને પૂર્વી ભારતના લોકોને હાલમાં હાડ થિજવતી ઠંડીથી કોઈ રાહત મળશે નહીં.
નવી દિલ્હી: ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીની વચ્ચે ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં પૂર્વાનુમાન જાહેર કર્યું છે. લેટેસ્ટ વેદર અપડેટ અનુસાર, ઉત્તર અને પૂર્વી ભારતના લોકોને હાલમાં હાડ થિજવતી ઠંડીથી કોઈ રાહત મળશે નહીં. કેટલાય રાજ્યોમાં કોલ્ડ ડેની સ્થિતી બની રહેશે, તો અમુક રાજ્યોમાં ભીષણ શીતલહેર ચાલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. IMDએ કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉત્તર અને પૂર્વી ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રેલ પરિવહન પણ પ્રભાવિત થયું છે. આગાી 48 કલાકમાં અમુક રાજ્યોમાં મિજાજ બદલાશે અને હળવો વરસાદ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ હવામાન અપડેટ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની આશા છે. ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસનો પ્રકોપ રહી શકે છે. ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ 2થી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેશે. આ ઉપરાંત બિહારમાં પણ 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ભેજ રહેશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં આગામી 48 કલાક સુધી ભેજ છવાયેલો રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમા આગામી 24 કલાક સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ છે.
શીતલહેર અને કોલ્ડ ડે
આઈએમડીના જણાવ્યા અનુસાર, અમુક રાજ્યોમાં ભીષણ શીતલહેર ચાલવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી કોલ્ડ ડે જેવી હાલત રહેશે. તો વળી ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં 72 કલાક સુધી આવી હાલત બની રહેવાનું પૂર્વાનુમાન છે. બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી 48 કલાક સુધી કોલ્ડ ડેની સ્થિતી બની રહેશે. તેની સાથે જ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં આવાનારા બે દિવસ સુધી ભીષણ શીતલહેર ચાલવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.
આ રાજ્યોમાં માવઠુ થશે
હવામાનના મિજાજમાં બદલાવને જોતા અમુક રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના પણ છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગમાં હળવો વરસાદ થવાની વાત કહી છે. ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં પણ વરસાદ થશે. પશ્ચીમી વિક્ષૌભ એક્ટિવ થવાના કારણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રોમાં ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર