Home /News /national-international /મોદી સરકાર 2.0: 100 દિવસમાં 5G ઈન્ટરનેટ સિવાય મળશે આ બધુ

મોદી સરકાર 2.0: 100 દિવસમાં 5G ઈન્ટરનેટ સિવાય મળશે આ બધુ

નરેન્દ્ર મોદી અને રવિશંકર પ્રસાદ (ફાઈલ ફોટો)

નવ નિયુક્ત દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે 5G ઈન્ટરનેટ, સ્પેક્ટ્રમ હરાજી અને સોશિયલ મીડિયા સંબંધી કેટલીક જાહેરાતો કરી.

નવ નિયુક્ત દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે 5G ઈન્ટરનેટ, સ્પેક્ટ્રમ હરાજી અને સોશિયલ મીડિયા સંબંધી કેટલીક જાહેરાતો કરી. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ચાલૂ વર્ષે 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આના માટે દૂરસંચાર નિગમોએ પ્રોફેશનલ તરીકે સહયોગની ભાવનાથી કામ કરવું પડશે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે આ ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું. 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ, પાંચ લાખ વાઈફાઈ હોટ સ્પોટ પર ઝડપથી કામ કરવું અને દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રાથમિક મુદ્દા છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે કરવામાં આવશે, અને અગામી 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ શરૂ કરવાનું અમારૂ લક્ષ્ય છે. આ સાથે જ સંકટમાં ઘેરાયેલી સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિ(એમટીએનએલ)નો પુરુદ્ધાર કરવામાં આવશે. આ સરકારની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે.

ચીની દૂરસંચાર કંપની હુવાવેઈને 5G પરિક્ષણમાં સામેલ થવાની મંજૂરી આપવા સંબંધી પ્રશ્નના જવાબમાં પ્રસાદે કહ્યું કે, સુરક્ષા પહેલુઓને ધ્યાનમાં રાખી આ મુદ્દાની જટિલતા પર વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હરાજી કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે.

પ્રસાદે કહ્યું કે, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે 8,644 મેગાહટ્રઝ દૂરસંચાર ફ્રીક્વેંસીની હરાજી કરવાની ભલામણ કરી છે. તેમાં 5G સ્પેક્ટ્રમની હરાજી પણ સામેલ છે. તેનું કુલ અનુમાનિત મૂલ્ય 4.9 લાખ કરોડ રૂપિયા છે. જોકે, તેના પર ઉદ્યોગનું કહેવું છે કે, આ કિંમત વધારે છે. આનાથી તેમના પર વધારે દબાણ વધશે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, સ્પેક્ટ્રમ હરાજી પર ટ્રાઈએ પોતાની ભલામણ આપી દીધી છે. અમારી પાસે સ્થાઈ અને નાણાં સમિતીની વ્યવસ્થા છે. તે લોકો સ્પેક્ટ્રમની હરાજી પર વિચાર કરી રહ્યા છે.

5 લાખ વાઈ ફાઈ હોટ સ્પોટ
પ્રસાદે કહ્યું કે, 5 લાખ વાઈફાઈ હોટ સ્પોટ માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાની કોશિસ છે.

સોશિયલ મીડિયા પર કડક વલણ
રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ સાથે જ સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક વલણ અપનાવવાની કોશિસ કરવામાં આવી રહી છે. તેમને સંવિધાનિક મર્યાદામાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાથે તેમને ચેતવવામાં આવી રહ્યા છે કે, તેમના પ્લેટ ફોર્મનો ઉપયોગ આતંકવાદ અને સાંપ્રદાયવાદ માટે ન કરવામાં આવે.

પ્રસાદે એ પણ કહ્યું કે, અમે તમામ લોકોના બોલવા અને અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરીએ છીએ. પરંતુ, આ આપણા બધા માટે મહત્વપૂર્ણ છે અને સંવિધાનિક અધિકાર છે. આ સાથે આપણે આપત્તિજનક કન્ટેન્ટ પર પણ ધ્યાન આપવું પડશે. જોકે, આ પહેલા પણ પ્રસાદ સોશિયલ મીડિયા પર કડક વલણ અપનાવી ચુક્યા છે.
First published:

Tags: Auction, Done, Ravi shankar prasad, Says, This year

विज्ञापन