Home /News /national-international /5G તો લોન્ચ થઈ ગયુ પણ તમારા ફોનમાં ચાલશે કે નહીં? જાતે જ કરી લો ચેક

5G તો લોન્ચ થઈ ગયુ પણ તમારા ફોનમાં ચાલશે કે નહીં? જાતે જ કરી લો ચેક

5g

5G launched In India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5જી સર્વિસ લોન્ચ કરી છે. 5જી સર્વિસ લોન્ચ થવા સાથે હવે આપણાં રોજિંદા જીવનમાં પણ એક નવી જ સ્પીડ આવી જવાની છે.

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5જી સર્વિસ લોન્ચ કરી છે. મહત્ત્વનું છે કે, આ સેવાને લીધે ભારતમાં એક નવા જ ડિજિટલ યુગનો પ્રારંભ થશે. પણ હાલનાં સંજોગોમાં દરેક વ્યક્તિ 5જીનો લાભ મેળવી શકશે કે કેમ? એ પ્રશ્ન હજુ ઘણા બધા લોકોને છે.

  વડાપ્રધાન મોદીએ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શન જોયું હતું. ત્યાં ભારતીય મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.  5G તો લોન્ચ થઈ ગયું પણ આપણાં માટે મહત્વનું એ છે કે આપણાં ફોનમાં 5G ચાલશે કે નહીં?

  ચાલો ચેક કરી લઈએ કે આપણાં ફોનમાં ક્યારથી શરૂ થશે 5Gની સુવિધાઓ

  5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે.

  13 શહેરોમાં થશે શરૂઆત

  5G લોન્ચ થયા બાદ હાલ તો ભારતના 13 શહેરોમાં શરૂ થશે. માટે દરેક દેશવાસીઓને હાલ પૂરતો આ શહેરોમાં રહેતા લોકોને જ લાભ મળશે. જેમાં દિલ્હી, કલકત્તા, ગાંધીનગર, જામનગર, અમદાવાદ વગેરે જેવા શહેરોનો સમાવેશ થાય છે.

  ગુજરાતનાં ત્રણ શહેરોનો સમાવેશ

  ગુજરાતમાં હાલના તબક્કે ત્રણ શહેરોમાં 5જી સર્વિસનો શુભારંભ થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 5જીની શરૂઆત થઇ રહી છે.

  મોબાઈલ સપોર્ટ જોઈશે

  માત્ર આ શહેરોમાં રહેવાથી કામ થઈ નથી જતું તમારી પાસે ફોનમાં 5જી સપોર્ટ પણ જોઈશે. મોબાઇલમા 5G બેન્ડ જેવા કેઇ કે N/77 અથવા N/78 નો સપોર્ટ પણ હોવો જરૂરી છે.

  મોબાઈલમાં 5G  સિમ કાર્ડ જોઈએ

  કેટલીક ટેલિકોમ ઓપરેટર કંપનીઓએ જાહેરાત કરી દીધી છે કે એમના જુના સીમકાર્ડ ધરાવતા લોકો પણ આવનાર સમયમાં એ જ કાર્ડથી 5જીનો ઉપયોગ કરી શકશે. પરંતુ જો આવી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે તો બની શકે છે કે તમે 5જી ધરાવતા શહેરમાં રહેતા હોવા છતાં અને તમારી પાસે સારો 5જી મોબાઈલ ફોન હોવા છતાં તમે 5G ની સ્પીડનો ઉપયોગ નહીં કરી શકો. માટે આ પ્રકારની વ્યવસ્થા થવી જરૂરી છે એ માટે તમે તમારા ટેલિકોમ ઓપરેટર સાથે વાતચીત કરી શકો છો

  ભારતના ત્રણ મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો, વોડાફોન અને એરટેલ ત્રણેય વડાપ્રધાનશ્રીની સામે ડેમોન્સ્ટ્રેશન કરશે. અને ત્રણેયનો એક એક નમૂનો વડાપ્રધાન સામે 5G ટેક્નોલોજીની ક્ષમતા દર્શાવવા માટે પ્રસ્તુત કરવામાં આવશે.

  આ પણ વાંચો: એરટેલ, જીઓ અને વોડાફોન, ત્રણેય કંપનીઓ બતાવશે 5Gની કમાલ, PM મોદીની સામે રજૂ કરશે ડેમો

  5G એટલે શું? આવી જાણીએ મહત્વની માહિતી

  ઘણા લોકોએ 1G નેટવર્કવાળા ફોનનો પણ ઉપયોગ કર્યો હશે, ત્યારથી મોબાઇલ નેટવર્કમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે. છેલ્લા એક દાયકામાં આ ટેક્નોલોજી સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. આજે દરેકની પાસે સ્માર્ટફોન છે. એક સમયે દુનિયાને 1G નેટવર્ક થકી જ વાયરલેસ ટેલિફોન એટલે કે મોબાઇલ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. હવે 5G વાયરલેસ મોબાઇલ ફોન ટેક્નોલોજીની 5મી જનરેશન છે. પહેલા લોકોએ 1G, 2G, 3G અને 4G નેટવર્કનો ઉપયોગ કર્યો છે. આગામી ટેકનોલોજી 5Gનું પૂરું નામ Fifth Generation Wireless છે.

  અહીં ઉલ્લેખનીય છે કે, 4G એટલે કે Fourth-generation (4G) Long-Term Evolution (LTE) વાયરલેસ ટેકનોલોજીના સિગ્નલો આપણી પાસે આવે છે. જે રેડિયો તરંગો દ્વારા પ્રાપ્ત થાય છે, તેમને ટ્રાન્સમિટ કરવા માટે મોટા મોબાઇલ ટાવર્સ લગાવવામાં આવે છે, જ્યારે 5G વાયરલેસ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા સ્મોલ સેલ સ્ટેશન બનાવવા પડશે.

  આપણને શું ફાયદો થશે?

  મંત્રાલયે જણાવ્યુ કે, 5જી નવી આર્થિક તકો અને સામાજિક લાભોને પ્રાપ્ત કરી શકે છે, જે ભારતીય સમાજ માટે એક પરિવર્તનકારી શક્તિ બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે. તે દેશને વિકાસના પરંપરાગત અવરોધોને દૂર કરવા, સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ દ્વારા ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ‘ડિજિટલ ઈન્ડિયા’ના દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મદદ કરશે. ભારત પર 5જીની આર્થિક અસર 2035 સુધી 450 બિલિયન સુઘી પહોંચવાની અપેક્ષા છે.

  સામાન્ય માણસને ક્યારે મળશે લાભ?

  દિલ્હી મેટ્રોએ 5જી પ્રદર્શન માટે સાધનો પૂરા પાડ્યા છે. નિષ્ણાતોનું માનવુ છે કે, કોમર્શિયલ 5જી સેવાની કાલથી શરૂઆત થવા જઈ રહી છે, જો કે તેને સામાન્ય લોકો સુઘી પહોંચતા એક વર્ષનો સમય લાગી શકે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: 5G, 5G in India, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन