Home /News /national-international /5G Launch: પ્રગતિ મેદાનમાં મોદીએ IMCની 6ઠ્ઠી આવૃત્તિમાં 5G સર્વિસ લોન્ચ કરી

5G Launch: પ્રગતિ મેદાનમાં મોદીએ IMCની 6ઠ્ઠી આવૃત્તિમાં 5G સર્વિસ લોન્ચ કરી

વડાપ્રધાને ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યુ હતુ.

5G Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5જી સર્વિસ લોન્ચ કરી છે. મહત્ત્વનું છે કે, આ સેવાને લીધે ભારતમાં એક નવા જ ડિજિટલ યુગનો પ્રારંભ થશે.

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ મોદી આજે 5જી ટેલિફોન સેવાની શરૂઆત કરશે. આ સાથે જ ભારતમાં મોબાઇલ ફોનનો એક નવો જ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો નવો યુગ શરૂ થશે. દિલ્હીમાં આયોજીત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2022ના કાર્યક્રમમાં મંચ પરથી વડાપ્રધાન આ સેવાની શરૂઆત કરશે. આ સેવા હાલ તો ભારતના અમુક શહેરોમાં જ આપવામાં આવશે. ત્યારબાદ આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ધીમે ધીમે સેવાનો વ્યાપ વધારવામાં આવશે.

  આર્થિક અવસરો ઉભા થશે


  ભારતમાં 5G સેવામાં ખર્ચ થનારી રકમ 2035 સુધીમાં 450 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજો છે. અલ્ટ્રા હાઇ સ્પીડ ઇન્ટરનેટનું સમર્થન કરવામાં સક્ષમ, પાંચમી પેઢી એટલે કે 5જી સેવાથી ભારતીય સમાજ એક પરિવર્તનકારી શક્તિના રૂપે નવા આર્થિક અવસરો અને સામાજિક લાભ મેળવશે તેવી આશા છે.


  દિલ્હીનું ‘ઇન્દિરા ગાંધી એરપોર્ટ’ દેશનું પહેલું 5G એરપોર્ટ


  દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ભારતનું પહેલું 5જી ઇનેબલ એરપોર્ટ બની ગયું છે. મુસાફરો હવેથી 5જી નેટવર્ક સાથે પહેલાં કરતાં વધુ ઝડપી ઇન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરી શકે. 5જી મોબાઇલ બ્રોડબેન્ડ નેટવર્કના વિકાસમાં સૌથી ઝડપી અપગ્રેડ થશે. આ તેના પહેલાં કરતા અંદાજે 10 ગણો વધુ ઝડપી માનવામાં આવી રહ્યુ છે. 20 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ અથવા 100 મેગાબાઇટ પ્રતિ સેકન્ડથી વધુની પીક ડેટા ટ્રાન્સફર ઝડપ આપી શકે છે.

  narendara modi seeing 5g service
  રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ વડાપ્રધાનને 5જી સર્વિસ વિશે જાણકારી આપી હતી.

  આકાશ અંબાણીએ મોદીને 5જી વિશે જણાવ્યુ


  વડાપ્રધાન મોદીએ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શન જોયું હતું. ત્યાં ભારતીય મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ત્યાં ટૂંક સમયમાં 5જી સેવાનો શુભારંભ કરશે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ ટૂંક સમયમાં લોન્ચ થનારી 5જી સર્વિસ મામલે વડાપ્રધાનને જાણકારી આપી હતી.


  ઇન્ટરનેટ સિવાય અન્ય સેવામાં પણ 5G ઉપયોગી


  5G ટેક્નિક માત્ર ઝડપી ઇન્ટરનેટ વિશે જ નહીં, પરંતુ સરકાર માટે આપાતકાલિન સ્થિતિમાં, કૃષિ તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ મદદગાર સાબિત થશે. વડાપ્રધાન મોદી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઝડપથી એલર્ટ કેવી રીતે મેળવી શકાશે તેનો ડેમો મેળવ્યો હતો.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: 5G, 5G in India, What is 5g

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन