Home /News /national-international /લોકસભા ચૂંટણી 2019: કોણ ભેદશે ચૂંટણી ચક્રવ્યૂહનો છઠ્ઠો કોઠો?

લોકસભા ચૂંટણી 2019: કોણ ભેદશે ચૂંટણી ચક્રવ્યૂહનો છઠ્ઠો કોઠો?

લોકસભા ચૂંટણીનું છઠ્ઠું ચરણ અનેક મામલે મહત્વપૂર્ણ છે.

2014ની લોકસભા ચૂંટણીમાં આ 59 સીટોમાંથી બીજેપીએ સૌથી વધુ 44 સીટ પર જીત નોંધાવી હતી

  (ઓમ પ્રકાશ)

  લોકસભા ચૂંટણી 2019ની જંગમાં છઠ્ઠું ચરણ મહત્વપૂર્ણ પડાવ છે. જોવાનું એ છે કે આ ચરણના ચૂંટણી ચક્રવ્યૂહને કોણ ભેદે છે? જે ભેદશે તેની સત્તા સુધી પહોંચવાનો માર્ગ વધુ મોકળો થઈ શકે છે. છઠ્ઠા ચરણમાં સાત રાજ્યોની 59 સીટો છે, જેમાં સૌથી વધુ 14 સીટો ઉત્તર પ્રદેશની છે. આ સીટો પૂર્વાંચલની છે, જે સીએમ યોગી આદિત્યનાથનો ગઢ છે. સાતમા ચરણમાં પણ ઉત્તર પ્રદેશની 13 સીટો પર ચૂંટણી થવાની છે, તેની બીજેપી, કોંગ્રેસ અને સપા-બસપા અહીં ફોકસ કરી રહી છે. આ ચરણમાં હરિયાણાની તમામ લોકસભા સીટો પર ચૂંટણી મહાભારત થશે. દિલ્હીની તમામ સાત સીટો પર વોટિંગ થશે, જ્યારે બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8 તથા ઝારખંડની 4 સીટો પર વોટિંગ થશે.

  2014ની લોકસભા ચૂંટણીમાં આ 59 સીટોમાંથી બીજેપીએ સૌથી વધુ 44, ટીએમસીને 8, કોંગ્રેસને 2 અને અન્યને 5 સીટો પર જીત નોંધાવી હતી. પૂર્વાંચલમાં માત્ર આઝમગઢ સીટ વિપક્ષને મળી શકી હતી. યૂપીની વાત કરીએ તો અખિલેશ યાદવ, દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ, જગદંબિકા પાલ, રીતા બહુગુણા જોશી અને નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદની કિસ્મત દાવ પર લાગેલી છે. સાતમા ચરણમાં અહીંથી સૌથી વધુ સીટો વારાણસી અને ગોરખપુરમાં વોટિંગ થશે.

  સિનિયર પત્રકાર ટીપી શાહી કહે છે કે, બાકી રહેલા બે ચરણ સૌથી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં. કારણ કે પીએમ મોદી અને સપા પ્રમુખ અખિલેશ યાદવના પણ રાજકીય ભવિષ્યનો નિર્ણય થશે. યોગી આદિત્યનાથના ગઢમાં પણ આ જ બે ચરણોમાં બીજેપીની પરિક્ષા થવાની છે. પૂર્વાંચલમાં જ પ્રિયંકા ગાંધીએ પણ ફોકસ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળની લડાઈ પણ ઓછી રસપ્રદ નથી. અહીં બીજેપી અને ટીએમસીની વચ્ચે ટક્કર થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ અને લેફ્ટ ચર્ચામાં નથી. તમામ પાર્ટીઓ આ બે ચરણોમાં સૌથી વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

  આ પણ વાંચો, આ છે ટોપ-10 Most Searched નેતા, મોદી બાદ છે પ્રિયંકા

  હરિયાણામાં પણ એટલો જ રસપ્રદ મુકાબલો છે. વર્ષ 2014ની મોદી લહેરમાં બીજેપીએ અહીંની સાત સીટો પર જીત નોંધાવી હતી. અહીં કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર તથા રાવ ઇન્દ્રજીતની રાજકીય કિસ્મત મતદારો નક્કી કરશે. ખાસ વાત એ છે કે હરિયાણામાં બે નવી રાવકીય તાકાતોની પરિક્ષા થશે. બીજેપીના બાગી રાજકુમાર સૈનીની લોકતંત્ર સુરક્ષા પાર્ટીએ બસપાથી સમજૂતી કરીને ઉમેદવાર ઉતાર્યા છે તો દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની સાથે મળી ખાતું ખોલાવવાનો પ્રયાસ કરી રહી છે. બંને પાર્ટીઓ જિંદ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ પોતાનું જોર ચકાસી ચૂક્યા છે. જ્યાં તેમને બીજેપી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સૌથી રસપ્રદ લડાઈ છે. અહીં બોક્સર વિજેન્દર સિંહ રાજકારણની રિંગમાં ઉતર્યો છે તો ક્રિકેટર ગૌતમ ગંભીર પણ પહેલીવાર રાજકારણની પિચ પર બેટિંગ કરી રહ્યો છે. અહીં ગાયક હંસરાજ હંસ એન ભોજપુરી સ્ટાર મનોજ તિવારી પણ મેદાનમાં છે. અરવિંદર સિંહ લવલી, આતિશી, શીલા દીક્ષિત અને હર્ષવર્ધન જેવા ચહેરા દિલ્હીના રણમાં કૂદ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Priyanka Gandhi Vadra, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन